________________
૨૬૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
મુસાફરી કરવાની જ કાર્યવાહી કરે છે. પ્રભુશાસનની વચનગુમિ અવસરે પણ હિતકર વાણીનો વિરોધ નથી જ કરતી.
આ નવમા સદાચારને આત્મસાત્ કરવા માટે, આત્માએ પ્રથમ તો વિના અવસરે બોલી ન જવાય એવી મનોદશા કેળવવી પડશે. જેઓને વિના અવસરે પણ બોલવાની કુટેવ છે, તેઓને ઘણી વાર પોતાનું કોઈ ન સાંભળે તો પણ બોલ્યું રાખવું પડે છે અને પરિણામે તેઓ એવા બોલતા બની જાય છે કે-તેઓ બોલે છે એ સમયે શાણાઓના મુખ ઉપર પણ સ્મિત ફરકે છે. સાંભળનાર સાંભળવા ન ઇચ્છતો હોય એ છતાંય બોલનારો બોલ્ટે રાખે, એ સમયનો દેખાવ ખરે જ દયા પેદા કરનારો હોય છે. બોલવાનો અવસર ન આવે ત્યાં સુધી મૌન જ રહેવું, એવો નિયમ આ. સદાચાર માટે અતિશય જરૂરી છે. આવું મૌન આત્માને ઘણા ઘણા ગુણને માટે થાય છે. આવું મૌન કલ્યાણનો કામી જ ધરી શકે. જો આવું મૌન માનવી માત્ર ગ્રહણ કરે, તો બીચારી નિન્દા અને ચાડીચુગલીને તો નષ્ટ થયે જ છૂટકો. વિના કારણે બોલનારાઓ જ જગતમાં નિન્દા આદિને જીવંત રાખનાર છે. જો સૌ કોઇ સદાચારને આત્મસાત્ કરવા માટે વિના કારણે બોલવું બંધ કરે, તો નિન્દા આદિની જગતમાં હયાતિ જ ન હોય. જો કેસઘળા ય માનવીઓ એવું મૌન ઘરે એ સંભવિત જ નથી, છતાંય કલ્યાણકામિઓએ તો આવું મૌન કોઈ પણ ભોગે ધરવું જ જોઇએ. કુટેવનું કાસળ કાઢો :
વાતો કરવાનું જેઓને કારમું વ્યસન છે, તેઓને આ વાત ન રૂચે એ સ્વાભાવિક છે. પ્રકટ વિરોધ કરવાનું સામર્થ્ય ન હોય એટલે સાંભળી લે એ બને, પણ મનમાં તો લોચા જ વાળે અને એ રીતિએ વિરોધ કરે. દુર્જનો દ્વારા પ્રત્યેક સારી વાતનો વિરોધ થાય છે, તો પછી આ વાતનો પણ વિરોધ થાય, એથી આશ્ચર્ય પામવાનું કશું જ કારણ નથી. વાતોના વ્યસનિઓને આ વાતથી પોતાનું વાણી સ્વાતંત્રય લુંટાતું લાગે, તો એમાં નવાઇ પામવા જેવું નથી : પણ એમાં વાણીનું સ્વાતંત્ર્ય માનવું એ જ એક