________________
૨૭૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે. પ્રમાદ એ સ્વચ્છંદતાનો સાથી છે, જ્યારે ‘પ્રમાદપરિવર્જન' નામનો સદાચાર એ સ્વચ્છંદતાનો વૈરી છે, એટલે એ સદાચારના સેવક માટે આ સોલમો સદાચાર ઘણો જ સહેલો થઇ પડે છે. બહુનો જે વ્યવહારનું પરિપાલન કરતા હોય અને જે વ્યવહાર ધર્મની વિરૂદ્ધમાં ન આવતો હોય, એવા વ્યવહારના પાલનમાં પણ ખામી જોનારાઓ, શિષ્ટ સમામાં અપ્રિય બને છે અને એથી તેઓ પોતાની મેળે જ સદ્ધર્મને પામવાની અને તેને આરાધવાની પોતાની નાલાયકાત જાહેર કરી દે છે. સત્તરમો સદાચાર-સર્વત્ર ઔચિત્યપાલન :
હવે સત્તરમો સદાચાર છે- ‘સર્વત્ર ઔચિત્યનું પાલન' નામનો !
સ્વપક્ષમાં કે પરપક્ષમાં ‘ઔચિત્યપાલન' એટલે સારી રીતિના ઉચિત આચારનું પાલન કરવું, એ આ સદાચારનો પરમાર્થ છે. આ ‘સર્વત્ર ઔચિત્યપાલન' રૂપ સદાચાર, એ આત્માને અશિષ્ટ કોટિમાંથી કાઢી શિષ્ટ કોટિમાં મૂકનાર છે. જ્યાં સુધી આત્મા અશિષ્ટતાને તર્જ નહિ અને શિષ્ટતાને મેળવે નહિ, ત્યાં સુધી તે શિષ્ટ કોટિમાં મૂકાતો જ નથી. શિષ્ટતાની કોટિમાં આવ્યા વિના, શિષ્ટનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છા વાંઝણી રહેવાને સરજાયલી છે. પોતાના સાથે કે પરના સાથે જીવનમાં ઉચિત આચાર સેવવા માટે કેટકેટલા દોષોથી બચવું જોઇએ, એ તો આ સદાચારના સેવકને જ માલૂમ પડે. સ્વેચ્છાચારિઓ માટે એ વસ્તુનો ખ્યાલ પણ શકય નથી. સર્વત્ર ઉચિત આચાર અને તે પણ સુંદરમાં સુંદર લાગે તેવી રીતિએ સેવવાને માટે, પ્રથમ તો આત્માએ જીવનમાં ઘણી ઘણી સુંદરતાઓને જીવવા માંડવી પડશે. મન, વચન અને કાયા ઉપર સાચા કાબૂ વિના આ સદાચાર સાધ્ય નથી. આ સદાચારના સેવકની અપકીતિ તીવ્ર પાપના ઉદય વિના કદી જ થતી નથી. તીવ્ર પાપનો ઉદય હોય તો જ આવા આત્મા ઉપર કોઇને પણ અપ્રીતિ થાય. દુર્જન આત્માઓ તો હમેશાં અપવાદમાં જ રમે છે, એટલે તેઓની અપ્રીતિનો વિચાર કરવાનો રહેતો જ નથી. બાકી જેઓ પોતાના સાથે કે પરના સાથે ઉચિત આચારો આચરવાનું નથી કરી.