________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૭૧
સોલમો સદાચાર-લોકાચારાનુવૃત્તિ :
આ પછી સોલમો સદાચાર છે- “લોકાચારાનુવૃત્તિ' નામનો બહુશ્નોમાં-રૂઢ થયેલ અને ધર્મનો અવિરોધી એવો જ લોકવ્યવહાર-એનું અનુપાલન કરવું, એ આ સોલમા સદાચારનો પરમાર્થ છે, જે લોકના આધાર વિના ધર્મનું પાલન શકય નથી અને જે લોકની સહાયની વખતોવખત અનેક રૂપે અપેક્ષા રહ્યા કરે છે. તે લોક્નો રૂઢ અને ધર્મથી અવિરૂદ્ધ એવો જે વ્યવહાર, તે વ્યવહારના પાલનનો વિરોધ, એ તો એક જાતિનો દુરાગ્રહ જ મનાવો જોઇએ. એવો દુરાગ્રહ એ દુરાચાર છે અને આ દુરાચારથી બચવા માટે આ સદાચાર ખૂબ જ આવશ્યક છે. અનેક લોકોએ આચરેલો તથા અનેક લોકોથી આચારમાં મૂકાઈ રહેલો અને એમ છતાંય ધર્મની આરાધનામાં આડે નહિ આવતો એવો જ વ્યવહાર, એના પાલનમાં શા માટે ધર્મના અર્થી અને ધર્મના પાલકને આનંદ ન આવવો જોઇએ ? એવા વ્યવહારના પાલનમાં પણ જેઓને આનંદ નથી આવતો અને એથી જેઓ યથેચ્છ રીતિએ વર્તી એવા પણ લોકવ્યવહારથી વિરૂદ્ધ વર્તે છે, તેઓ ખરે જ શિષ્ટ સમાજમાં અપ્રિય બની જાય છે. ખોય વ્યવહારનો વિરોધ કરવો એ જેમ આવશ્યક છે, તેમ સારા વ્યવહારનું પાલન કરવું એ પણ આવશ્યક છે. એક જ બાજુને યાદ રાખનારા અને બીજી બાજુને ભૂલી જનારાઓ, એ ખરેખર, સદાચારના પ્રેમી જ નથી. કોઇ પણવ્યવહારનો વિરોધ જ કરવો, આવી મૂર્ખાઇભરી વાતો કરનારા આ સદાચારની છાયામાં પણ આવી શકતા નથી. પોતાના ભેજામાં જે વિચાર જન્મ્યો એ જ ખરો અને મારો અંતર આવજ જ સાચો, એવી જાતિનો કેફ જેઓને ચઢ્યો છે, તેઓ ખરે જ આ સદાચારનો ખ્યાલ પણ. પામી શકે એ અશકય છે. આ સદાચારને જીવનમાં જીવવા માટે આત્મા ઉપર ખૂબ જ કાબૂ પ્રાપ્ત કરવો જોઇએ. આ સદાચારને સ્વચ્છંદજીવિઓ તો સ્વપે પણ કબૂલ નહિ રાખે. આ સદાચાર સ્વચ્છંદ જીવનનો વિનાશ કરનાર છે. આ સદાચાર સાથે સ્વચ્છંદ જીવનનું અસ્તિત્વ જ અશકય