________________
પછી મરી જવલ્લે જ હોય છે
૨૭૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તે અને હજુ બીજા વર્ણવવાના છે તે બધાય સદાચારોના આવનમાં પ્રમાદ, એ ભયંકરમાં ભયંકર વિM રૂપ છે. એનો પરિત્યાગ એ જ આ પંદરમા સદાચારનો પરમાર્થ છે. આમ છતાં પણ પ્રમાદના પૂજારીઓ આ વાતને સીધી રીતિએ સ્વીકારી લે, એ વાત ઘણી જ અસંભવિત છે. પ્રમાદની શત્રુરૂપતાનું ભાન એકદમ સૌને થતું નથી. કાર્ય વણસી ગયા પછી પ્રમાદ ઉપર આંસુ સારનારા આપણા જોવામાં અનેક આવશે, પણ પહેલાં ચેતનારા જવલ્લે મળશે. કોઇ કાર્ય વિણસી ગયા પછી આંસુ સારનારા ઘણા ખરા તો એવા હોય છે કે થોડી જ વાર પછી ફરીથી પણ તેઓને આપણે પ્રમાદની ઉપાસના કરતા નિહાળી શકીએ છીએ. ખરેખર, પ્રમાદે આખાએ ગત ઉપર પોતાનું સામ્રાજ્ય પાથર્યું છે. પ્રમાદે અનેક રૂપે પોતાની સત્તા જગત ઉપર જમાવી છે. ઉત્કટ વિષયની લાલસા : ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાયોની આધીનતા : મદ્યપાન આદિમાં મસ્તતા : નુકશાનકારક વાતો કરવામાં આનંદ અને નિદ્રાની પરાધીનતા, - આ બધા પ્રમાદના જ પ્રકારો છે. આ પ્રમાદના પરિવર્જન રૂપ પંદરમો સદાચાર આત્મસાત થઇ જાય, તો સઘળાય સદાચારી જીવનમાં એકી સાથે ઓતપ્રોત થઇ જાય. ખરેખર, પ્રમાદે અનેક સ્વરૂપે અનંતાનંત આત્માઓની કારમી પાયમાલી કરી છે, પણ અજ્ઞાનતાના પ્રતાપે પ્રમાદની આ જાતિની શત્રુરૂપતા જગતનો મોટો ભાગ જાણતો નથી. પ્રમાદની પરાધીનતા જીવને મરવાનું નિશ્ચિત છતાં પણ તેને ભૂલાવી દે છે. પ્રમાદની પરાધીનતા કોઈ પણ વસ્તુને વસ્તુસ્વરૂપે સમજવા માટેની તક લેવા દેતી નથી. પ્રમાદની પરાધીનતા આત્માને ઉપકારી પ્રત્યે પણ સદભાવ નથી જન્મવા દેતી. ખરેખર, પ્રમાદ એ એક ભયંકર જાતિનો અનાચાર છે, માટે શિષ્યલોકની પ્રીતિપાત્રતા પામી જેઓ સધ્ધર્મની પ્રાપ્તિ અને તેની આરાધના માટે લાયક બનવા ઇચ્છતા હોય, તેઓએ આ પંદરમા સદાચારને પણ આત્મસાત્ કરવા માટે સઘળુંય શકય કરી છૂટવાની પૂરતી જરૂર છે.