________________
ચૌદ ગુણસ્થાનક ભાગ ૧
૨૭૩ શકતા, તેઓ શિષ્ટ સપામાં કદી જ પ્રીતિપાત્ર બની શકતા નથી અને ધર્મની પ્રાપ્તિ તથા આરાધના માટે તો આ વસ્તુ પણ ઘણી જરૂરી છે. અઢારમો સદાચાર-ગહિંનો ત્યાગ :
હવે અઢારમો સદાચારે છે- “પ્રાણો કંઠે આવે તો પણ ગહિર્તકાર્યમાં પ્રવૃત્તિ ન જ કરવી.' -એ નામનો આ સદાચાર પણ ઘણો જ ઉચો અને જરૂરી છે. “કુળમાં દૂષણ લાગે એવા અનાચારો કરવા કરતાં મરવું સારૂં -આવી મનોદશા વિના આ સદાચાર જીવનમાં જીવાય એ બનવાજોગ નથી. “મરણાંત આપત્તિ આવે એ છતાં પણ કુલદૂષણ આદિ પ્રવૃત્તિઓમાં ન જ પડવું.' -આવો સુનિશ્ચય ધરાવનારા આત્માઓ આ સદાચારને જીવનમાં સારામાં સારી રીતિએ જીવી શકે છે. આ સાદાચારને જીવનમાં જીવનાર આત્માઓ મોટે ભાગે કુલ, જાતિ અને વડિલોના નામને લંક આદિ લાગે, એવા અનાચારોથી ઘણી જ સહેલાઇથી બચી જાય છે. આ સદાચાર તો જીવનમાં સ્વભાવભૂત જ બની જવો જોઇએ. આ સદાચાર જેઓ માટે સ્વભાવભૂત બની જાય છે, તેઓ શિષ્ટપુરૂષોની ખૂબ જ પ્રશંસાના પાત્ર બની જાય છે. લોકપ્રિયતા માટે ધર્મને તજાય પણ નહિ અને અધર્મને સેવાય પણ નહિ ?
આટલું વર્ણન સાંભળ્યા પછી હવે આ “લોકપ્રિયતા' ગુણના નામે જો કોઇ સધ્ધર્મને છોડવાની કે કોઇ જાતિના અધર્મ આદિને આચરી લેવાની સલાહ આપે, તો તેમ કરવાને તમે તૈયાર ન થાવ એ વાત તો નિશ્ચિત જ ને ?
સ. અમારાથી થાય-ન થાય એ વાત જુદી છે, પણ હવે અમે તેવી સલાહને વ્યાજબી તો ન જ માનીએ.
“લોકપ્રિયતા' ગુણ માટે ધર્મને છોડવાનું કે અધર્મને આચરવાનું હોય, એ સંભવિત જ નથી. જે ગુણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે છે, તે ગુણ માટે ધર્મને છોડવાનું અને અધર્મને આચરવાનું હોય જ નહિ.