________________
૨૭૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ લોકપ્રિયતા ગુણને મેળવવા માટે ત્રણ પ્રકારનાં લોકવિરૂધ્ધ કાર્યોનો ત્યાગ કરનાર અને ત્યાગ રૂપ દાન, ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય અને ‘સદાચારપરતા' રૂપ શીલને ઉપકારિઓએ વર્ણવેલી રીતિએ જીવનમાં જીવનારો આત્મા, શિષ્ટલોકમાં પ્રિય બને, એ વાતમાં શંકા રહે એવું છે ? સ. જરા પણ નહિ, પણ આ કામ સહેલું નથી.
આ ઉત્તર ઘણી જ સમજથી ભરેલો છે. સાચા હૃદયપૂર્વક સાંભળનારના અને સાંભળેલું જીવનમાં ઉતારવાની ઇચ્છાવાળાઓના ઉત્તર હમેશાં સમથી ભરેલા હોય છે. ‘આ કામ સહેલું નથી.' -એમ કહેવામાં ઉંડી વિચારણાનું દર્શન થાય છે. સાંભળેલું જીવનમાં ઉતારવાની ઇચ્છાવાળા આત્માઓ હેયને તજ્વાના અને ઉપાદેયને અંગીકાર કરવાના વિચારમાં મસ્ત બનવાથી, વર્ણવેલી વસ્તુઓ જીવનમાં ઉતારવી, એ કેટલી મુશ્કેલ વસ્તુ છે એને બરાબર સમજી શકે છે. હવે અમલની વાત. અભ્યાસ યોગે મુશ્કેલ પણ સહેલું બને છે, એ તો જાણો છો ને ?
સ. જરૂર.
અતિશય મુશ્કેલ લાગતી વસ્તુઓ પણ અભ્યાસથી સાધ્ય છે, એમ સમજનારા આત્માઓએ તો સદાચારોને આત્મસાત્ બનાવવામાં આવતી મુશ્કેલીઓને ગણકાર્યા વિના અને મુશ્કેલીઓને પરિણામે રહેતી ઉણપોથી મુંઝાયા વિના, જીવનને સદાચારમય બનાવવાનો પ્રયત્ન કર્યો જ જ્વો જોઇએ. પ્રયત્ન કરતાં કરતાં તો આ સદાચારો સ્વાભાવિક જેવા બની જશે. પછી તો એમ થશે કે- ‘આટલું ય આપણામાં ન હોય તો આપણામાં અને પશુમાં ફેર શો ?' અથવા ‘આપણામાં અને અજ્ઞાનોમાં ભેદ શો ?' આત્માનો એવો અવાજ પણ મે મે અનાચારોથી સર્વથા મુકત અને સદાચારોના પરિપૂર્ણ ઉપાસક બનવામાં સહાયક થશે. જે જે કાર્યો મુશ્કેલ હોય છતાં આચરણીય હોય, તે તે કાર્યો કરવામાં આવતી મુશ્કેલીથી ગભરાવાનું હોય નહિ. મુશ્કેલી ખાતર સદાચારોને તજાય નહિ અને સહેલાઇ ખાતર અનાચારોનું આસેવન થાય નહિ. તમને લાગી વું જોઇએ કે- ‘આ
-