________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૬૯ લાગણી ઉપર ઘા કરીને પણ ગમે તેવું કામ કરનારાઓ, જ્યારે ઉત્તમ કામ થતું અટકાવવા આદિ માટે દુર્જનોના વિરોધને આગળ ધરે છે, ત્યારે તો તેઓની અધમ મનોદશા સામાન્ય પણ વિચક્ષણોના ખ્યાલમાં આવી ગયા વિના રહેતી જ નથી. આ ચૌદમો સદાચાર લોકહેરીથી પર થયા વિના આત્મસા થવો એ શકય નથી. પ્રશંસા કરનારાની ખોટી વાતમાં પણ હા કહેનારા અને પ્રશંસા નહિ કનારાની સાચી વાતનો પણ, વિરોધ કરનારા લોકો, આ ચૌદમા સદાચારને પામે એ વાત જ અસંભવિત છે. આ ચૌદમા સદાચાર ઉપર જેમ જેમ વિચારવામાં આવશે, તેમ તેમ એની ઉત્તમતા વધુને વધુ સમજાશે. અનેક જાતિની દુષ્ટ લાલસાઓના ત્યાગની અને અનેક જાતિના ઉત્તમ ગુણોની અપેક્ષા આ સદાચાર રાખે છે. આ સદાચાર સૌનો ચાહ મેળવવા ચાહનારા કદી જ આચરી શકતા નથી. સૌનો ચાહ મેળવવાની લાલસા, એ એક એવી જાતિનું પાપ છે કેજે આ સદાચારને કદી જ પામવા દેતું નથી એમ છતાં પણ પોતાની જાતની વાહવાહ કરાવવાને જ મથનારા કેટલાકો, સમજુ અને વિદ્વાન ગણાતા હોવા છતાં પણ, આ મહાપાપ રૂપ લાલસાનો ત્યાગ કોઇ પણ, રીતિએ કરવાને તૈયાર થતા નથી, એ તેઓના કર્મની જ વિચિત્રતા છે એમ માનવું રહ્યું. પંદરમો સદાચાર-પ્રમાદનું વિવર્જન :
હવે પંદરમા સદાચારનું નામ છે- “પ્રમાદનું વિવર્જન.” મદ્યપાનાદિ રૂપ પ્રમાદનું પરિવન, એ અત્યાર સુધીમાં આપણે જે સદાચારોને જોઇ આવ્યા તેના અને હવે પછી પણ જે સદાચારોને જોઇશું તે સદાચારોના સેવન માટે પણ ઘણું જરૂરી છે. આત્માને ઉન્મત્ત બનાવનારી સઘળીય પ્રવૃત્તિઓ પ્રમાદમાં સમાય છે. નશો પેદા કરનારી ચીજો એ જેમ આત્માને પ્રમાદનો પૂજારી બનાવે છે, એ જ રીતિએ ઉત્કટ વિષયલાલસા, કષાયોની કારમી આધીનતા અને પાપજન્યવાતોનો શોખ, એ પણ યાત્માને પ્રમાદનો પૂજારી બનાવે છે. લોકાપવાદભીરૂપણાથી માંડીને જે જે સદાચારો વર્ણવાયા