________________
૨૬૭
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અશકય છે. તેરમો સદાચાર-સ્થાને વ્યય :
બારમા સદાચાર દ્વારા અસદ્વ્યયનો પરિત્યાગ કરવાનું ઉપદેશના પરમર્ષિ તેરમા સદાચાર દ્વારા લક્ષ્મીના ચયની ક્રિયા સદાય સ્થાનમાં જ થવી જોઇએ. અસહ્યયના નિષેધ દ્વારા જેમ ઉપકારિઓ ઉડાઉપણાનો નિષેધ કરે છે, તેમ “સદાય સ્થાનમાં જ ઉપયોગ' ફરમાવવા દ્વારા ઉપકારિઓ સાચી ઉદારતાનું વિધાન પણ કરે છે. દેવપૂજન આદિ સુંદર ક્રિયાઓ, એ લક્ષ્મીના સદુપયોગનું સુંદરમાં સુદંર સ્થાન છે. લક્ષ્મીના સદુપયોગનાં સુંદરમાં સુંદર સ્થાનો જ એ છે. પોતાની લક્ષ્મીનો એ સુંદરમાંસુંદર સ્થાનોમાં જ સદુપયોગ કરનારા આ સદાચારના સાચા ઉપાસકો છે. આવાઓ શિષ્ટ સમાજમાં પ્રિય બની, ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે લાયક બની જવા, એ કાંઇ મોટી વાત નથી. આ સદાચારના ઉપાસકોની પ્રશંસા ન કરે, એવો કમનસિબ તો આ જગતમાં પાપાત્મા જ હોય. ધર્મનો પ્રેમી આત્મા એવી કમનશિબીથી સદાય પર જ હોય છે. ધર્માચાર્યો પણ પ્રસંગ પામીને આ સદાચારના ઉપાસકોની પ્રશંસા મુકતકંઠે કરે છે : એટલું જ નહિ, પણ સાચા ધર્માચાર્યો તો એવાઓના દ્રષ્ટાન્ત દ્વારા અન્ય પણ યોગ્ય આત્માઓ આ સદાચારને આત્મસાત્ કરવા સજ્જ બને, એવી અમીમય પ્રેરણાનાં પાન કરાવે છે. સાચા ધર્મશીલ ધર્માચાર્યો આવાઓની મુકતકંઠે પ્રશંસા કરનારા હોવા છતાં પણ, ભાટવૃત્તિ તો કદીજ નથી ધરતા. એક માત્ર પોતાની નામનાના લોભથી જ, જેઓ પોતાની સમજવાની શકિત હોવા છતાં અને અવસરે સમજાવવા છતાં પણ, આ સદાચારના સ્વરૂપને સમજવાની દરકાર નહિ કરતાં આ સદાચારને સેવવાનો આડમ્બર કરે છે, તેઓને સુધરવાની ચાનક લાગે એવું અવસરે પણ નહિ કરી શકનારા ધર્માચાર્યો, જો આ સદાચારની પ્રશંસા કરવાનો દેખાવ કરતા હોય, તો તેઓ ભાટવૃત્તિના છે એમ જ માનવું રહ્યું. “નહિ કરવા કરતાં અવિધિથી પણ કરવું સારૂં' -
વાત કરવા જવાથી