________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વધે નહિ, એની બને તેટલી કાળજી રાખવી જોઇએ. પોતે તેવા કુલાચારોના પાલનમાં સુસ્થિત બનવું અને બીજાઓને પણ કુલાચારપાલનમાં સુદ્રઢ બનવાની પ્રેરણા કરવી. ઉત્તમ કુલાચારોને તજી દઇ સ્વેચ્છાચારી બનવાથી આ લોકમાં પણ કેટલી બધી હાનિ થાય છે, તે જોવા માટેનાં ઉદાહરણો આજે તો ઘણાં મળી શકે તેમ છે. ઉત્તમ કુલાચારોને તજી, સ્વચ્છન્દસેવી બનેલા કેટલાકોની આજે જે દશા છે, તે તો કોઇને પણ કંપારી ઉપજાવે એવી છે. સ્વતંત્રતાના નામે ઉત્તમ પણ કુલાચારોને તજી સ્વચ્છંદી બનેલાઓ, પોતાના જીવનને કેવું વિચિત્ર અને વિષમ બનાવી રહ્યા છે, એ આજે વિવેક્વન્ત વિચારશીલોના ધ્યાનબહાર નં જ હોઇ શકે. ધર્મથી અવિરૂદ્વ કુલાચારોથી વિરૂદ્ધ વર્તનારાઓ આજે મર્યાદાહીન બનેલાઓ હોઇ,તેઓ કોઇ પણ જાતિની હિતશિક્ષા સાંભળવાજોગા પણ રહ્યા નથી. ઇતરકુલના પણ આચારસંપન્ન માણસો આજે વડિલોના ઉપાલંભો સાંભળી શકે છે, જ્યારે જૈનકુળમાં જન્મેલા પણ શુદ્ધ કુલાચારોથી પર બનેલાઓ આજે મધુર શબ્દોથી અપાતી હિતશિક્ષાને સાંભળવાજોગા પણ રહ્યા નથી. આથી જ કહેવું પડે છે કે-આ અગીયારમો આચાર, જેઓ ધર્મને પામવાની અને પાળવાની લાયકાત મેળવવા માટે શિષ્ટ સમાજ્નાં પ્રિય બનવા માગે છે. તેઓ મટે ખરે જ કલ્પતરૂ જેવો છે. આવો સદાચાર પણ જેઓને રૂપે, તેઓ ખરે જ ઉત્તમ કુલને પામવા છતાં પણ જરૂરી ઉત્તમતા ગુમાવીને જ આવ્યા છે : અન્યથા, સૌ કોઇ સજ્જનના હૃદયને આનંદિત કરે એવા પણ શુદ્ધ કુલાચારો જીવનમાં જીવવાની ઇચ્છા થાય નહિ, એ ન બને એવી બીના છે. બારમો સદાચાર-અસદ્વ્યયપરિત્યાગ :
હવે બારમો સદાચાર. ‘અસદ્બયનો પરિત્યાગ કરવો.' -એ બારમો સદાચાર છે. પુરૂષાર્થમાં અનુપયોગી એવો જે વ્યય, તેને અસવ્યય કહેવાય છે. લક્ષ્મી ત્યાજ્ય છે એ વાત નિ:શંક છે, છતાંય એનો એવી રીતિએ વિયોગ નથી કરવાનો, કે જે પુરૂષાર્થમાં અનુપયોગિપણાના
૨૬૫