________________
૨૬૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યોગે અસુંદર તરીકે ઓળખાય. ત્યાજ્ય એવી પણ લક્ષ્મીનો વિયોગ પુરૂષાર્થમાં અનુપયોગી થાય એવી અસુંદર રીતિએ ન કરવો, એ આ બારમા સદાચારનો પરમાર્થ છે. આ સદાચારનો પ્રેમી લક્ષ્મી દ્વારા જેમ સ્વચ્છંદી સ્વપરનો નાશ કરે છે, તેમ સ્વપરના નાશનો પ્રેમી નહિ થાય. આવા આત્મા પાસે લક્ષ્મી પણ એવી જ આવે, કે જે ભયંકર જાતિના પાપના કામમાં વપરાય નહિ. આવો આત્મા પોતાની લક્ષ્મી દ્વારા કોઇને આપત્તિમાં મૂકવાનું પાપ કે પોતાના આત્માને અનેક કારમાં પાપોમાં યોજવાનું પાપ આચરતો નથી. સ્વચ્છંદી બનેલા શ્રીમંતો અને શ્રીમંત કુટુંબોના નબીરાઓ આજે લક્ષ્મી દ્વારા શું શું કરે છે, એ કાંઈ છૂપું નથી. શ્રીમંત અને શ્રીમંત કુટુમ્બોના નબીરાઓ જો પોતાની લક્ષ્મીનો અસદુવ્યય કરતા અટકે, તો પણ આજે સમાજમાંથી અનેક પ્રકારનાં પાપો ઘણી જ સહેલાઇથી અટકી જાય. શ્રીમંતો પુણ્યના યોગે ઘણે સ્થળે સમાજ આદિમાં આગેવાનસ્થાને હોય છે. તેઓનાં એ પુણ્યની ઇર્ષા કરવી એ પાપ છે. પુણ્યના યોગે શ્રીમંતાઇ મળી છે અને એના પ્રતાપે આગેવાની પણ મળી જાય, એ કાંઇ આશ્ચર્યજનક વસ્તુ નથી. પુણ્યના પ્રભાવે પૈસો અને આગેવાની મળવી, એ તો મામુલી વાત છે : પણ એ પૈસો અને આગેવાની જ્યારે અનેક પાપોની પુષ્ટિમાં અને પાપોના પ્રચારમાં ઉપયોગી થાય, ત્યારે તો જરૂર એ ટીકાપાત્ર પણ ગણાય એવાઓ પુણ્યથી પૈસા અને આગેવાની પામવા છતાં પણ, જો આ સદાચારના ઉપાસકો ન હોય, તો ખરે જ સ્વપરને માટે શ્રાપ રૂપ આત્માઓ છે. એવાઓના હાથે લક્ષ્મીનો અસત્રય એક પ્રકારે નહિ પણ અનેક પ્રકારે થાય છે. જો તેઓ પાસે હિસાબ માગી શકાતો હોય અગર તો તેઓ પોતાના વ્યયનો સાચો હિસાબ પ્રધ્વટ કરતા હોય અગર તેઓ પાસે એમ કરાવી શકાય, તો તેઓ કોઇ પણ સારા સ્થાને પગ મૂકવાની લાયકાત પણ નથી ધરાવતા-એવું ઘણી જ સહેલાઇથી પૂરવાર થઇ જાય. ખરેખર, આ સદાચાર વિના તેઓ સાચા રૂપમાં લોકપ્રિય બની ધર્મની પ્રાપ્તિ અને ધર્મની આરાધના માટે લાયક થાય એ