________________
૨૬૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નીસરણી જેવો છે. જેનકુલમાં જન્મેલા આત્માઓ જો આજે જૈનકુલના આચારોના પાલનમાં સુદ્રઢ હોત, તો પણ જૈન ગણાતાઓનો આજે જે અધ:પાત દેખાય છે, તે કદાચ ન દેખાતો હોત. જેઓ ધર્મને અબાધક એવા પણ કુલાચારને બંધન માની, એના વિનાશમાં જ બુદ્ધિ આદિનો સદુપયોગ માને છે, તેઓ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરનારા છે. નકુલના આચારો એવા છે કે-એ આચારોનું પાલન કરનારા સામાન્ય આત્માઓ પણ, વિના પ્રયત્ન અનેક પ્રકારનાં પાપોથી દૂર થઇ જાય અને સાચા સ્વરૂપે કોઇ પણ જાતિના દમભ આદિનો આશ્રય કર્યા વિના જ શિષ્ટ સમાજમાં પ્રિય બની, ધર્મને પામવાની અને પાળવાની ઉમદામાં ઉમદા લાયકાતના સ્વામી બની જાય. જે કુલમાં શ્રી જિનેંન્દ્ર દેવ મનાય, સાચા નિગ્રંથ એવા સાધુઓ સદ્ગુરૂ મનાય અને ધર્મ અહિસાયમ મનાય, તે કુલના આચારો નિષ્પાપ હોય, એ વાત તો કોઇ પણ વિચારક સમજી શકે તેમ છે. સમજ્યા વિના પણ જો અવજ્ઞાદિ ભાવથી રહિતપણે શ્રી જિનેંદ્રદેવો જવા દેવાધિદેવનાં દર્શન, પૂજન અને સેવન કરવામાં આવે, તો એથીય આત્માની દિશામાં સુધારો થયા વિના રહે જ નહિ : સાચા ત્યાગી સગુરૂઓના વન્દન આદિમાં પ્રવૃત્ત થવાથી, તેવા મહાપુરૂષોના પરિચય યોગે સુંદર લાભ થયા વિના રહે નહિ : અને અહિંસામય ધર્મનો વાસ જે કુલમાં હોય, તે કુલમાં રાત્રિભોજનનો ત્યાગ, અભક્ષ્યભક્ષણનો ત્યાગ, અપેયના પાનનો ત્યાગ અને કોઇની પણ લાગણી ન દુ:ખાય એવું વર્તન-એ આદિ જ આચારો હોય, એ સ્વાભાવિક છે. આવા ઉત્તમ કોટિના કુલાચારોનું પાલન કરનારા, શિષ્ટ સમાજમાં વિના પ્રયત્ન પ્રિય બને અને એનો પરિણામે સધ્ધર્મનું પાલન સ્વાભાવિક બને, એ વાત વિવાદ વિનાની જ છે. આમ હોવા છતાં પણ સ્વતંત્રતાના નામે સ્વછંદતાના ઉપાસક બનેલાઓને આ ધર્મથી અવિરૂદ્ધ એવા સ્વમુલાચારોના પાલન -રૂપ સદાચારનું આસેવન અરૂચિકર લાગે છે. આથી તેઓ ધર્મથી અવિરૂદ્ધ એવા કુલાચારોના પાલન વિરૂદ્ધમાં વારંવાર લખે-બોલ્યું જાય છે. એવાઓના પ્રચારથી સ્વચ્છદતા