________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૫૯
સદાચારને સાચા સ્વરૂપમાં જીવી શકે છે. વિવેકહીન આત્માઓ તો આ સદાચારથી સદાય દૂર જ રહેનારા હોય છે, એ નિસ્યદેહ બીના છે. અવસરે બોલવું :
અવસરે બોલાએલી વાણી કદાચ ગુણગણથી રહિત હોય તો પણ વિપરીતતાવાળી ન હોય તો શોભે છે, પણ વિના અવસરે બોલાએલી વાણી ગમે તેવી હોય તો પણ શોભતી નથી. અવસરભાષિપણે આવ્યા વિના આ સદાચારમાં જરૂરી એવા બીજા ગુણો આવી પણ શકતા નથી. અવસરભાષિપણું લાવવા માટે પ્રથમ એ જ નિશ્ચય કરવો જરૂરી છે કેવાણીનો પ્રયોગ સ્વપરના હિત માટે કરવાનો છે કે માત્ર જીભ મળી માટે જ કરવાનો છે?'
સ. આ પ્રબ ભારે છે. બોલતાં પહેલાં આવો વિચાર કરે છે જ કોણ ?
એવો વિચાર નથી થતો, એનું જ એ પરિણામ આવ્યું છે કેઆજે વાણી દ્વારા અનેકોના હિતનો સંહાર થઇ રહ્યો છે. વાણી સ્વપરના હિત માટે અવસરની અપેક્ષા રાખે છે. સાચા વૈદ્યો ઔષધ માટે પણ અવસરની અપેક્ષા રાખતા હતા, જ્યારે આજના ઉપદેશશોખીનો ઉપદેશ માટે અવસરની અપેક્ષા નથી રાખતા. વિના અવસરે બોલાએલી સારી પણ વાત મારી જાય છે, એ વાત શાણાઓએ સમજવાની જરૂર છે. આથી, જેઓ અવસરે પણ જરૂરી અને હિતકર નથી બોલતા, તેઓએ મલકાવવાનું નથી અને આવા શબ્દોનો આધાર લઇને એમ બોલવાનું નથી કે- “જૂઓ અમે કહેતા હતા એવું હવે આમને પણ કહેવું પડ્યું.' સત્યની કતલ કરનારા આંખો મીંચીને યાહોમ કર્યે જતા હોય, એવે સમયે- “સત્યની કતલ કરનારો મારી ઉપર પણ ત્રુટી પડશે.' -એવા વિચારથી, સમર્થ એવા પણ જે આત્માઓ સત્યના પક્ષમાં અને અસત્યની સામે નહિ બોલતાં મૌન સેવે છે, તેઓ તો પંચેદ્રિયપણામાં પણ એકેન્દ્રિયપણું અનુભવે છે અને ભવિષ્યને માટે પણ એકેન્દ્રિયપણાની