________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પાલન માટે જરૂરી એવી લોકપ્રિયતા મેળવી મ!નવજીવનને સફલ મનાવવું, એજ શ્રેયસ્કર છે.
૨૫૭
નવમો સદાચાર-સત્ય અને મિત વચન :
હવે નવમો સદાચાર- ‘અસત્યત્વાદિથી રહિત અને અવસરોચિત મિત-હિત-ભાષણશીલતા' નામનો છે. આસદાચારને આત્મસાત્ બનાવવા માટે માણસે ઘણા ઘણા દોષોને તજ્જા પડે તેમ છે અને ઘણા ઘણા ગુણોને કેળવવા પડે તેમ છે, એટલે આ સદાચાર પણ અતિશય મુશ્કેલ તો છે જ : પણ આની આવશ્યકતાય જેવી-તેવી નથી. શિષ્ટનપ્રિય બનવા માટે આ સદાચાર ખૂબ જ આવશ્યક છે. વાણી જેટલી ઉપકારક થઇ શકે છે, એટલી જ અપકારક પણ થઇ શકે છે. વાણીથી પણ કુલ, શીલ અને જાતિ આદિ ઓળખી શકાય છે. વાણી દ્વારા માણસના સ્વભાવને પણ સારા રૂપમાં પરખી શકાય છે. ભયંકર દમ્મશીલતાની વાતને બાજુએ રાખીને, આપણે એમ પણ કહી શકીએ કે-વાણીથી માણસના અંતરને પણ પીછાની શકાય છે. બોલવાના વ્યસની લોકો આસદાચારને કદી જ જીવી શકતા નથી. મોઢું છે માટે બોલવું જ જોઇએ, આવી માન્યતાવાળા માણસો આ સદાચારને પામી જ શકતા નથી. એ જ રીતિએ ઓછું પણ યદ્વા-તદ્દા બોલનારા, દાતા આદિ હોયતો તે છતાં પણ શિષ્ટ લોકમાં મિંત વિનાના જ બની જાય છે.
સ. શિષ્ટ લોકમાં પ્રિય બનવા માટે તો આખું જીવન જ બદલવું પડે, એવું લાગે છે.
આથી તો આપણે કહી ચૂકયા છીએ કે- ‘લોકપ્રિયતા' ગુણ મેળવવા માટે દંભ આદિ અનેક દોષો તજ્વા પડશે. મુખે મીઠા પણ હૃદયથી મેલા આત્માઓની લોકપ્રિયતા કદાચ દેખાતી હોય, તો પણ એ તકલાદી છે એમ જ માનવું. દુર્જનોમાં જીભની મીઠાશ નથી હોતી એમ નહિ, પણ એમના સહવાસમાં આવનારાઓ પરિચય બાદ તેઓના સંસર્ગથી દૂર જ રહેવાની મનોદશાવાળા બની જાય છે. વાણીમાં મધુરતા