________________
૨૫૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વેળાએ પણ સુસ્થિત રહેવું અને સંપત્તિવેળાએ પણ ઔચિત્ય પૂર્વકની નમનશીલતા ગુમાવવી નહિ, એ વાત ઘણી મોટી છે, પણ એટલી જ જરૂરી છે. આત્માના આનંદ ખાતર અને ધર્મને પામી તથા આરાધી અનંત આનંદના સ્વામી બનવા માટે, આપત્તિમાં અદીન અને સંપત્તિમાં ઉચિત રીતિના નમનશીલ બનવાની તો ખૂબ જ જરૂર છે. આજના વિભાવસંપન્ન માણસોની હાલત જોનારને, ડગલે ને પગલે તેમની ઉધ્ધતાઇનાં દર્શન થયા વિના ન રહે, એવું ભાગ્યે જ બને. ઉધ્ધત બનેલા શ્રીમંતોને દીન અને અનાથનાં દર્શન ખૂબ જ ગરમ બનાવી દે છે. ઉધ્ધત બનેલા શ્રીમંતોને એમ જ લાગે છે કે- “દીન અને અનાથો એટલે એદીઓ જ.' જાણે પોતે જ આવડતવાળા છે, પરિશ્રમી છે અને સઘળું કરવાને શક્તિમાન છે, એવી તો એ ઉધ્ધતોની મનોદશા ઘડાઇ જાય છે. તેવા કોઇ અવસરે તો પુણ્ય અને પાપની વાત સાંભળતાંની સાથે જ તેઓલાલચોળ બની જાય છે. પરલોકને સુધારનાર અને મુકિતને પમાડનાર ધર્મની વાતો, એ ઉધ્ધોતોને હમ્બગ જ લાગે છે. એવાઓ અજ્ઞાન લોકમાં ભલે મોભો ભોગવે, પરંતુ શિષ્ટ લોકના મનમાં તો એવાઓની કાણી કોડી જેટલી પણ કિમત હોઇ શકતી નથી. એવાઓ માટે ધર્મની પ્રાપ્તિ મોટે ભાગે શકય નથી. પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ આત્માને ઉધ્ધત બનાવ્યા વિના રહેતી નથી. આથી વિવેકીઓએ એવા પુણ્યથી અને એવા પુણ્યથી મળેલી સંપત્તિથી સાવધ જ રહેવું જોઇએ. સંપત્તિ પુણ્યથી મળે છે અને પુણ્યથી ટકે છે તથા ભોગવાય છે : એમ છતાંય અંતે એને છોડીને તો અવશ્ય પડે છે, માટે એના મદમાં આવી ઉધ્ધતબનવું એ ભયંકર બેવકુફી છે. આથી‘કબહીક કાજી કબહીક પાજી, એ સબ પુદ્ગલકી બાજી’
-આ વાત ધ્યાનમાં રાખી, આપત્તિથી ઉદ્દવિગ્ન બની અતિદીન બનવામાંથી અને સંપત્તિથી ઉત્સુકયુકત બની ઉધ્ધત બનવામાંથી બચીઆપત્તિમાં અતિશય અદીનતા' અને “સંપત્તિમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા' આ બે સદાચારોને આત્મસાત્ કરી. ધર્મની પ્રાપ્તિ અને તેના