________________
૨૫૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તોય મન:શુદ્ધિ ખૂબ ખૂબ જળવાઇ રહે, એવી કાળજી રાખવી. આપત્તિમાં અતિશય અદીનતા કેળવવા માટે આવા આવા વિચારોથી ઓતપ્રોત બની જવું જોઇએ, કે જેથી ક્રમે ક્રમે પણ “આપત્તિમાં અતિશય અદીનતા' રૂપ સદાચાર આત્મસાત્ બની જાય. આ સદાચારને જેણે સુન્દર પ્રકારે આત્મસાત્ બનાવી લીધો હોય, એ આત્મા લોકપ્રિયપણાથી વંચિત રહી જાય, એ શકય નથી : એટલે સદુધર્મની પ્રાપ્તિ અને તેના સુન્દર પાલન આદિ માટે લોકપ્રિયતા ગુણને પામવા ઇચ્છતા આત્માઓએ, સદાચારને પણ આત્મસાત કરી લેવી એ અતિશય જરૂરી છે. આઠમો સદાચાર-સંપત્તિ વેળા નમ્રતા :
આઠમો સદાચાર છે- “સંપત્તિના સમયમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા.' આપત્તિના સમયે જેમ અતિશય અદીનતા જરૂરી છે, તેમ સંપત્તિના સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા પણ જરૂરી છે. આ જ કારણે, સાતમાં સદાચાર તરીકે- “આપત્તિના સમયમાં અતિશય અદીનતા' ને વર્ણવ્યા બાદ, ઉપકારી મહાપુરૂષ આમા સદાચાર તરીકે“સંપત્તિ સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતાને' વર્ણવે છે. ખરેખર, સાતમા સદાચારની જેમ આ આઠમા સદાચારને પણ ગમે તેવો આત્મા અપનાવી શકતો નથી. વિવેકહીન આત્માઓને માટે આપત્તિમાં અતિશય દીન બનવું એ જેમ સ્વાભાવિક છે, તેમ સંપત્તિમાં ઔચિત્યથી પર બની જઇને ભયંકર જાતિના ઉધ્ધતબની જવું, એ પણ તેવાઓને માટે સ્વાભાવિક જ છે. આપત્તિના સમયમાં દીનતાને વશ ન થવું-એ જો કે અતિ મુશ્કેલ છે, પરન્તુ સંપત્તિના સમયમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા ન ગુમાવવી-એ તો એથી પણ વધુ મુશ્કેલ છે. વિભવનો સમાગમ, વિવેકશૂન્ય આત્માને કોઇ ભયંકર જાતિનું ઔધ્ધત્ય સમર્પે છે. એ સમયે સૌ કોઇએ મને પોતાને અનુકૂળ આવે એવું જ બોલવું જોઇએ, એવી માન્યતાનો એ સ્વામી બની જાય છે. કોઇ પણ પોતાને અનુકૂળ ન બોલે તો એને એ સહજ પણ સહન કરી શકતો નથી. એવાઓએ માનેલા દેવની પાસે પણ એવાઓની