________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૬૧ જાતિની કારમી મૂર્ખાઇ છે. વાતનું વ્યસન માણસને વાયડો બનાવનારૂં છે. વિના કારણે બોલવાની ટેવ અને પ્રયોજન વિનાની વાત કરવાની ટેવ, એ સ્વપરના આત્માનું અહિત કરનારી કારમી કુટેવ છે. આ નકામી વાતો કરવાની અને વિના કારણે બોલવાની ટેવ જેઓને પડી તેઓ પોતાના આત્મા માટે અને એમના પરિચયમાં આવનારા બીજા પણ સંખ્યાબંધ આત્માઓને માટે શ્રાપ રૂપ જ બની જાય છે. આ કુટેવને આધીન બનેલા સાધુઓ પોતાના સાધુપણાનું લીલામ કરી રહ્યા છે અને સારા ગણાતા ગૃહસ્થો પણ પોતાના સદ્ગૃહસ્થપણાનું લીલામ કરી રહ્યા છે. વચનગુપ્રિ. અને ભાષાસમિતિ જેવી માતાઓના ઉપાસક મનાતા અને મહાવતોના પાલક મનાતા મુનિઓમાં તો, તેઓ મુનિપાના સ્વાદથી વંચિત ન હોય તો, આ કુટેવ સ્વમમાં પણ હોવી ન સંભવે. વિના કારણે બોલવાની અને પ્રયોજન વિનાની વાતો કરવાની ટેવને આધીન બનેલાઓ, વચનગુપ્તિ અને ભાષાસમિતિ જેવી માતાઓનો ક્ષણે ક્ષણે વિનાશ કરવામાં ટેવાઇ જાય છે અને એમ કરતાં કરતાં તેઓ પોતાના બીજા મહાવતને પણ ભૂલી જાય છે. પરિણામે એવા મુનિઓ માત્ર વેષધારી જ રહી જાય, એમ બનવું એ જરા પણ અસંભવિત નથી. સાધુપણાના પ્રેમી સાધુઓએ અને સગૃહસ્થોએ તો આ કુટેવનું કાસળ જ કાઢવું જોઇએ. ધર્મના અર્થી આત્માએ લોકપ્રિયતા મેળવવા માટે આ કુટેવથી બચવાનો ખૂબ ખૂબ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ટેવ કાઢ્યા વિના આ નવમો સદાચાર જીવનમાં જીવાવો એ શકય નથી. આ નવમા સદાચારને જીવનમાં જીવવા માટે, સૌથી પ્રથમ બોલવાના અવસર વિના બોલવું જ નહિ, અર્થાતુવિના કારણે બોલવું નહિ અને પ્રયોજન વિનાની વાતો કરવી નહિ, એવો નિશ્ચય ખૂબ જ દ્રઢ બનાવવો જોઇએ. આટલું જો યોગ્ય રૂપમાં જીવનમાં જીવવાનો નિશ્ચય થઇ જાય, તો એ પછી આ નવમા સદાચારને જીવનમાં જીવવો એ કાંઈ બહુ મુશ્કેલ નહિ રહે : પણ આવો નિશ્ચય થવો અને તેનો જીવનમાં યથાર્થ અમલ થવો, એ ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને