________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૫૧ નથી.
સ, વાત જ ન પૂછો.
કારણ કે-જગતુ આપત્તિઓથી ગભરાય છે, પણ આપત્તિઓનાં જે કારણ, તૈના આસેવનથી ગભરાતું નથી. પાપમાં પરાયણ રહેવું અને આપત્તિ ન આવે એમ ઇચ્છવું, એ મૂર્ખતાનું જ લક્ષણ છે. આપત્તિસમયની દીનતા, એ જગતના જીવોની મૂર્ખતા સિવાય અન્ય કશું જ નથી. “આપત્તિ, એ પોતે કરેલ પાપકર્મનું જ પરિણામ છે.' -આ વાત બરાબર સમજાઇ જાય, તો જ એ મૂર્ખતા ટળે, પાપમાં રસ રાખનાર ઇચ્છે કે ન ઇચ્છે તો પણ આપત્તિઓ આવવાની જ ! પાપના પરિણામે આવી પડેલી આપત્તિઓને આનંદપૂર્વક સહવાનો નિશ્ચય કર્યા વિના, ભયંકર જાતિની દીનતા આવ્યા વિના રહેતી જ નથી. ‘આપત્તિમાં, અતિશય અદીનતા' નામના સદાચારને જો જીવનમાં જીવવો હોય, તો- “આપત્તિ એ અકસ્માતુ નથી પણ પોતે કરેલ અશુભ કર્મના વિપાકનું જ પરિણામ છે.” -એ વાતમાં ખૂબ જ નિશ્ચિત બની જવું જોઇએ.
પાપકર્મથી નિવૃત્ત બન્યા વિના આપત્તિથી મુકત બનાય, એ વસ્તુ જ શકય નથી. આપત્તિથી ડરનારાઓએ પાપથી ડરનારા બની જવું જોઇએ. પાપથી ડરનારા બની નિષ્પાપ જીવન જીવવામાં પ્રયત્નશીલ બનવું, એ ભવિષ્યની આપત્તિને અટકાવવાનો ઉપાય છે અને વર્તમાનમાં આવેલ આપત્તિને સમભાવે સહવી એમાં જ કલ્યાણ છે. ભૂતકાળના પાપના પરિણામ રૂપે આવેલ આપત્તિને સમભાવે સહવી અને જીવન એવું બનાવવું કે જેથી ભવિષ્યમાં આપત્તિ આવે નહિ. આપત્તિને સમભાવે નહિ સહી શકનારાઓ આપત્તિથી બચી ક્તા નથી, પણ તેઓ જો દીનતાના યોગે દુર્ગાનાદિમાં રત બને છે, તો ભવિષ્યની આપત્તિને વધારનારા બને છે. આ જાતિનો નિશ્ચય થઇ જાય, તો આત્મા આપત્તિના સમયે અતિશય અદીનતાને જાળવી શકે અને પરિણામે આપત્તિ માત્રથી મુકત પણ બની શકે છે.