________________
૨૪૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અપવાદને પેદા કરનારાં નિધ કાર્યોનો ત્યાગ કેવળ અપવાદના ડરે જ કરવાનો છે એમ નથી, પણ અહીં એની પ્રધાનતા છે એમ સમજ્જાનું છે. શિષ્ટ લોકમાં અપવાદ થાય, એ ધર્મી અગર તો ધર્મના અર્થી આત્માને પસંદ હોય જ નહિ, એટલે લોકાપવાદભીરૂતા એ પણ એક જાતિનો સદાચાર જ છે. એ સદાચારને સેવનારો આત્મા કાંઇક પણ સારી મનોવૃત્તિને ધરનારો હોય જ છે અને એથી તેનામાં બીજા પણ અનેક સદાચાર સહેલાઇથી આવે
બીજે સદાચાર-દીનોદ્ધારનો આદર :
લોકપવાદભીરતા' એ જેમ પહેલો સદાચાર છે, તેમ “દીન અને અનાથોનો ઉદ્ધાર કરવામાં આદર' એ બીજો સદાચાર છે. “લોકપ્રિયતા ગુણને મેળવવા માટે આ સદાચાર પણ કેટલો જરૂરી છે, એ વિચક્ષણોને રામજાવવાની જરૂર પડે એમ લાગતું નથી. દીન અને અનાથ એવા આત્માઓ ઉપર ઉપકાર કરવાની, એટલે કે-એવાઓ દીનદશા અને અનાથદશાથી પર થઇ જાય એમ કરવાની મનોદશા ત્યાગ રૂપ દાનના સેવકની અને ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના ઉપાસકની ન હોય, એ બનવા જોગ જ નથી. જેઓ આજે પોતાની જાતને ધર્મી મનાવે છે અને શકિતસંપન્ન છે, તેઓમાંના પણ જ્યારે દીનો અને અનાથો તરફ ધૃણાભરી નજરે જોતા જોવાય છે, ત્યારે તો તેઓ શાણા આત્માની દ્રષ્ટિએ ઘણી જ કનિષ્ઠ કોટિના ભાસે છે. દીન અને અનાથો એ જાણે માણસો જ ન હોય, એવું વર્તત એ માણસજાતને ન છાજે એવો એક ભયંકર જાતિનો અનાચાર જ છે. દીન અને અનાથ દશાને ભોગવતા આત્માઓની દીનદશા અને અનાથદશા જેઓનું હૃદય પીગળાવતી નથી, એવા આત્માઓ ધર્મની પ્રાપ્તિ માટે લાયક હોય એ સંભવતું નથી. એવા નિર્દય આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બને, એ કલ્પના જ વાહીયાત છે. દીનો અને અનાથોને જોઇને આર્ટ હૃદયવાળા બનવાને બદલે જેઓ તિરસ્કારયુકત બને છે, તેઓ માણસો નથી પણ માણસના રૂપમાં રહેલા ભયંકર જાતિના રાક્ષસો છે, એમ કહેવું