________________
ચૌદ ગુણસ્થાનક બાગ-૧
૨૪૫ એમાં જરાય અતિષશયોકિત જેવું નથી. અનુકમ્પા, એ તો આર્યહૃદયનો અલંકાર છે. દીન અને અનાથ અત્માઓના ઉદ્ધારનો આદર જભ્યા વિના એ અલંકારનું અસ્તિત્વ જ નથી હોતું. અનુકમ્પા, એ સદાય આર્યહૃદયને આર્ટ બનાવી રાખે છે. શિષ્ટ આત્માઓ સદાય અનુકમ્માભાવથી ઓતપ્રોત હોય છે. અનુકમ્પાથી ઓતપ્રોત એવા હૃદયના સ્વામી બનેલા શિષ્યોની પ્રીતિ કદી જ અનુકમ્પાના વરિઓ ઉપર ઢળતી નથી. અનુકમ્પાના વરિઓ ગમે તેવા હુંશિયાર આદિ હોય, તે છતાં પણ શિષ્ટો તેમને શ્રાપ રૂપ ગણે છે. આના યુગમાં મનુષ્યદયાના નામે આ અનુકશ્માની કારમી કતલ થઇ રહી છે. આજે શુદ્ર જીવોને જાણે જીવવાનો હક્ક જ ન હોય, એવી જાતિની મનોદશાને આજના શિક્ષિત ગણાતા ગુલામો સેવી રહ્યા છે. ક્રોડોની સંખ્યાવાળા હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરવાની વાતો કરનાર પણ આજના કેટલાક આગેવાન ગણાતા આદમીઓ, શુદ્ર જીવોના વિનાશમાં જાણે પાપ જ ન માનતા હોય, એવા નિષ્ફર હૃદયના સ્વામી બનેલા જોવાય, ત્યારે સહજ રીતિએ એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે-આવાઓ હિન્દુસ્તાનનો કયી જાતિનો ઉદ્ધાર કરવા માગે છે ? કૂતરાં મારવાં, વાંદરાં મારવાં, વાછરડા મારવા, ઉંદરો મારવા કે અન્ય ક્ષુદ્ર જતુઓના સંહાર કરવા, એ તો એમને મન જારી રમત જ હોય એવું બની ગયું છે. આવા લોકોના અંત:કરણમાં અનુકમ્પા હોવી કે સાચા રૂપમાં માનવદયા પણ હોવી, એ વાત કોઇ પણ રીતિએ બંધબેસતી લાગતી નથી. એવાઓ અવસર આવ્યે માનવોની કતલનાં કામોની પણ અનુમોદના કરવાનું કામ કરતાંય ન કંપે, એવા જ અનુકમ્પાહીન હૃદયને ધરનારા હોય તે સ્વાભાવિક છે. ધર્મી રાજાઓને યુદ્ધ કરવાં પડતાં, પણ તેઓ હૃદયમાં રહેલા ધર્મના પ્રતાપે યુદ્ધનાં અનુમોદનોથી સદાય કંપતા રહેતા : પણ આજના અહિંસાના નામે લોકપૂજા લૂંતા એવા અનુકમ્પાહીન પણ હોય છે કે-મુખેથી યુદ્ધનો વિરોધ કરવા છતાં પ્રસંગ પામી એના પ્રશંસક તથા પ્રેરક પણ બને ! એટલું જ નહિ, પણ પાછા એમાં ધર્મ પણ મનાવે, એવી જાતિના એ