________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૪૭ ખાઇ જાય, એથી એને મારી નાખવાની સલાહ આપવાજોગા કસાઇઓ
રા પણ કંપ્યા વિના બની શકે છે ! મચ્છર આદિથી રોગ થાય છે' - એમ જણાવી એ જીવોને મારી નાખવાની સલાહ પણ એવાઓ ઘણી જ ધીઢાઇથી આપી શકે છે ! “કુતરાં ભસીને ઉંઘ બગાડે છે અને કદાચ હડકાયાં થાય તો જાનને પણ જોખમમાં મૂકે એવો સંભવ છે, માટે તેઓને દયાળુઓ પાળવા ઇચ્છે તો પાળવા દેવાં, નહિ તો મારી નાખવામાં હરકત નહિ' એવી સલાહ પણ એવાઓ હસતાં હસતાં આપી શકે છે ! અને ઉદરો આદિ પણ ઉપદ્રવ રૂપ હોવાથી તેઓને પણ જીવતા ઉકાળી શકાય અને પછીથી ઘાસતેલ છાંટી બાળી શકાય એમાં હરકત નથી, એમ પણ એવાઓ કહી શકે છે. આવા માણસોમાં અનુકમ્પાનું અસ્તિત્વ માનનારા પણ કારમા અજ્ઞાનથી પીડાતા અને અનુકમ્પાહીન બનેલા જ હોઇ શકે છે. માંસાહારી પ્રજા માટે માંસ પણ ઉપયોગી છે, એવી એવી વાતો બોલવી, એ આજના દયાના પેગમ્બર તરીકે પોતાને મનાવતા આત્મા માટે મુશ્કેલ નથી. ખરેખર, આ જ કારણે કહેવાનું મન થાય છે કે-એવા અનુકમ્પાહીન હૃદયને ધરનારા આત્માઓનાં બીજા સુંદર લખાણો અને સુંદર ભાષણોથી દોરવાઇ એવાઓને દયાળુ માનતાં બચવું એ ઘણું જ શ્રેયસ્કર છે. દીન અને અનાથ ગણાતા આત્માઓ તરફ તેઓનું વર્તન કેવું છે, એના ઉપર જ એમના હૃદયની પવિત્રતાનો આધાર છે. શકિતસંપન્નો આગળ કોમળ રહેનારા હૃદયથી કોમળ હોય છે, એમ માનનારા સાચા અર્થમાં બુદ્ધિશાળી જ નથી. દીન અને અનાથ આગળ કોમળ હૈયું રાખી શકનારા જ સાચા કોમળ હોઇ શકે છે, આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. અહિંસામાં સાચા દિલથી માનનારાઓ, નામના કે અધિકારના મદમાં ચઢી પ્રમાણિક દલીલ કે આધાર વિના મહાપુરૂષો માટે ભૂંડું બોલી, ધર્મી આત્માઓના અંતરને ઘાયલ કરવાનું પાપ કમ્પતાં કમ્પતાં પણ ન કરી શકે. ધર્મશાસ્ત્રોને બાળી મૂકવાનું બોલવું કે મહાપુરૂષો માટે યા તલા બોલવું, એ દયાળુ હૃદયોનું કામ જ નથી. દયાની વાતો