________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૪૩
સદાચારોથી લોકપ્રિયતા ગુણ મેળવવા માટે જે જે વસ્તુઓ પહેલાં વર્ણવવામાં આવી છે, એને ખૂબ ખૂબ પુષ્ટિ મળે. એવા સદાચારોમાં પ્રથમ નંબરનો સદાચાર છે- ‘લોકાપવાદભીરૂપણું' ખરેખર, આ એક એવો સંદાચાર છે કે- જો આ સદાચાર જીવનમાં આવી જાય, તો આત્મા અનેક પ્રકારનાં અકાર્યોથી બચી જાય છે. શાણા લોકોમાં એવા માણસની અપકીતિ થાય છે, કે જે માણસ અકરણીય કાર્યોનો જીવનમાં અમલ કરે. ‘અપવાદ' ના અર્થોમાં-નિદા, અપકીતિ, મિથ્યાવાદ અને કુત્સિત વાકય- આ અર્થો પણ છે. શાણા માણસો દ્વારા તે જ આદમીની નિના આદિ થવાનો સંભવ છે, કે જે ન કરવા લાયક કાર્યોને કરે. ‘શાણા માણસો મારી નિધ ન થાઓ અથવા અપકીતિ ન થાઓ તથા શાણા માણસોમાં મારો મિથ્યાવાદ થાઓ અને શાણા માણસોને મારે માટે કુત્સિત એટલે ખરાબ વાકય બોલવું પડે એવું મારા જીવનમાં કદી પણ ન બનો !' -આવી ઇચ્છાવાળા આત્મામાં જ ‘લોકાપવાદભીરૂપણું' આવી શકે છે. આ જાતિનું ‘લોકાપવાદભીરૂપણું' એ એક એવો સદાચાર છે, કે જે સદાચાર આત્માને અનેકવિધ સદાચારોનો ઉપાસક બનાવી દે છે. ધર્મના અર્થી આત્માઓને મન લોકાપવાદ એ મરણથી નિવિશેષ છે. સજ્જન લોકમાં અપવાદને પેદા કરનારાં કાર્યોનો, ધર્મના અર્થી આત્માઓએ અવશ્ય ત્યાગ કરવો જોઇએ. લોકમાં અપવાદને પેદા કરવાના સ્વભાવવાળાં કાર્યો કરવામાં જેઓને આનંદ આવે, તેઓનું દાન અને તેઓનો વિનય પણ શોભાયુકત ન બની શકે એ સહજ છે. ત્યાગવૃત્તિવાળું દાન અને ‘ઉચિત પ્રતિપત્તિ’ રૂપ વિનય જો સાચા સ્વરૂપમાં આવે, તો ‘લોકાપવાદભીરૂપણું' આવવું એ તર્દન સ્વાભાવિક છે. જેઓ શાણા લોકોમાં અપવાદ ન્મે એવાં કાર્યો કરવામાં રકત હોય છે, તેઓ ખરેખર કોઇ જૂદી જ મનોદશાવાળા હોય છે. એવી અયોગ્ય મનોદશાને તજી દેવી, એ ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવા ‘લોકપ્રિયતા' નામના ગુણને મેળવવાને માટે અતિશય આવશ્યક છે. શિષ્ટનોમાં