________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૪૧ માણસ વિનયથી લોકપ્રિયપણાને પામે છે.” આ વાતમાં આ રીતિનું વિનયનું સ્વરૂપ જાણ્યા પછી તો જરા પણ સંશય રહેવા પામે તેમ છે નહિ. ચંદનની લોકપ્રિયતા ચંદનને નહિ પણ સુગંધને આભારી છે, ચંદ્રની લોકપ્રિયતા ચંદ્રને નહિ પણ સૌપતાને આભારી છે અને અમૃતની લોકપ્રિયતા અમૃતને નહિ પણ મધુર રસને આભારી છે : એ જ રીતિએ આત્માની લોકપ્રિયતા પણ એના “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયને આભારી છે. આ ગુણ પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે શિષ્ટ લોકમાં લોકપ્રિય બનવા ઇચ્છતા આત્માને માટે ખૂબ જ આવશ્યક છે. મુક્તિના ધ્યેયને સુનિશ્ચિત બનાવો :
આજીવિકાના અથિપણાથી અગર તો પીદ્ગલિક સ્વાર્થના હેતુથી બીજાઓને ખૂશ કરવા અગર તો પોતાની જાળમાં ફસાવવાને માટે પણ વિનય હોઇ શકે છે, પરન્તુ “ઉચિત પ્રતિપત્તિ' નું ઉપકારિઓએ જે જાતિનું વર્ણન કર્યું છે, તે જોતાં તેઓમાં “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય હોઇ શકતો નથી. અવસરે તેઓ કારમા અવિનયશીલ પણ બની શકે છે. આજે તેઓ જેનું ભવ્ય સન્માન કરતા હોય છે, તેનું જ કાલે ગરજ સરતાં કારમું અપમાન પણ કરનારા બને છે. આત્માના કલ્યાણનો હેતુ, એ દરેક ધર્માનુષ્ઠાનમાં કેટલો બધો આવશ્યક છે, એ વાત આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે. પેટ માટે વિનયશીલ બનનારાઓ પણ જ્યારે ગુણિજનોની અવગણના કરે છે, ત્યારે તો તેઓ ગુણશ્લેષી અને નાસ્તિક જેવાં આપોઆપ પૂરવાર થઇ જાય છે. કેટલાકો પોતાનું ધાર્યું કરાવવા માટે પણ વિનયશીલ બનનારા હોય છે : કારણ કે એ રીતિએ તેઓ સામાના પ્રેમને સંપાદન કરી તેની પાસે ધાર્યું કરાવી શકે છે. વિનયની આ પણ એક મહત્તા છે કે-કેવળ આજીવિકાના અર્થીિઓને અને બીજાઓને ખૂશ કરી તેમની પાસે ધાર્યું કરાવવા ઇચ્છનારાઓને પણ વિનયનો આશ્રય સ્વીકારવો પડે છે. આથી એ પણ સમજી શકાશે કે વિનયમાં લોકપ્રિયતા પમાડવાની કેટલી બધી તાકાત રહેલી છે. આવા વિનયને જો ઉપકારિઓની