________________
૨૪૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આજ્ઞા મુજબ આત્મકલ્યાણના હેતુથી સેવાય, તો મીના શી રહે ? પણ આત્મકલ્યાણની ચિન્તા કેટલાને ? આત્મકલ્યાણની ચિન્તા વિનાના આત્માઓ ગમે તેવા શ્રીમંત અગર સત્તાધીશ હોય તો પણ અમૂક અમૂક પ્રકારે તો તેમને વિનયને સેવવો જ પડે છે : પણ સ્થિતિ એ થાય છે કેતેમને અયોગ્યોનું પણ સન્માન આદિ કરવું પડે છે અને યોગ્યોનું અપમાન કરતાં તેઓ ખચકાતા નથી. આથી તેનો એ વિનય પણ તેમના કારમા અહિતનું જ કારણ બને છે. ખરેખર, અયોગ્ય આત્માઓ પોતાની અયોગ્યતાથી દરેક સારી પણ ક્રિયાને પોતાને માટે ડૂબાવનારી બનાવી દે છે. અયોગ્ય આત્માઓની સારી પણ ક્રિયા તેમના નાશનું કારણ બને, એમાં દોષ તે તે ક્રિયાઓનો નથી, પણ તે તે આત્માઓની અયોગ્યતાનો જ છે. એવી અયોગ્યતા ટાળવાને માટે કલ્યાણના અર્થી આત્માઓએ ખૂબ જ પ્રયત્ન કરવો જોઇએ અને એ માટે મુકિતના ધ્યેયને સુનિશ્ચિત બનાવી દેવું જોઇએ. મુકિતના ધ્યેયને સુનિશ્ચિત બનાવનારા આત્માઓ ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયની ઘણી જ સુન્દર રીતિએ આરાધના કરી શકે છે. પહેલો સદાચાર-લોકાપવાદભીરૂપણું :
લોકપ્રિયતાના ગુણ પામવાને માટે ત્રણેય પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનું ફરમાવનાર, પરમ ઉપકારી, શાસ્રકારપરમષિએ ધર્મરત્નના અર્થી આત્માઓને દાન, વિનય અને શીલથી પરિપૂર્ણ બનવાનો પણ ઉપદેશ આપ્યો છે. દાન અને વિનયનો વિચાર કર્યા પછી, હવે આપણે શીલ વિષે પણ કાંઇક વિચારી લઇએ. અહીં ‘શીલ' નો અર્થ કરતાં ઉપકારી પરમષિઓ ફરમાવે છે કે-શીલ એટલે સદાચારપરતા સદાચાર કાંઇ એક પ્રકારનો નથી. એના પ્રકારો અનેક છે અને ભૂમિકાભેદે એ ભિન્ન ભિન્ન પણ હોઇ શકે છે. આત્મા જેમ જેમ ઉન્નત બને, તેમ તેમ તેના સદાચારો પણ ઉન્નત બને-એ સ્વાભાવિક છે. આ સ્થાને ‘લોકપ્રિયતા’ નામના ગુણ માટે ઉપયોગી થઇ પડે એવા થોડાક સદાચારો આપણે જોઇએ. આપણે આ સ્થાને એવા એવા સદાચારો વર્ણવવા છે, કે જે