________________
૨૪૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ, એમ જ બને.
લોકપ્રિય બનવા માટે જેમ નિન્દા આદિ ઇહલોકવિરૂદ્ધ કાર્યો, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ કાર્યો અને જુગાર આદિ ઉભયલોકવિરૂદ્ધ કાર્યો તજવાં એ આવશ્યક છે, તેમ ત્યાગમય દાન સાથે આ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે કર્તવ્યતાનું જ્ઞાન મેળવવું પડશે : ઉચિત શાંતિના ધારક બનવું પડશે : ઉચિત વ્યવહાર, ઉચિત ક્રિયા અને ઉચિત પ્રવૃત્તિમાં જ મગુલ રહેવું પડશે. ઉચિત ધર્મનું અનુષ્ઠાન પણ આચરવાની આવશ્યકતા, “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે છે જ. ઉચિત સ્થાને બક્ષીસને યોગ્ય આત્માને ઉચિત બક્ષિસ આપવામાં અંતરાય કરતી કૃપતાનો ત્યાગ કરવો, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે અતિ જરૂરી છે. ઉચિત સભ્યતાની રીતિને આંચ ન આવે એવી જાતિનું વર્તન ઘડવું, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે ઘણું જ જરૂરી છે. સેવાયોગ્યની સેવા કરવાના ઉલ્લાસ વિના “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું આસેવન શકય નથી. બોલતાં પણ એવું જ શીખવું પડશે, કે જેથી વિના કારણે કોઇને અસંતોષ ન થાય. ગૌરવને યોગ્ય આત્માઓનું સન્માન, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે ઉપયોગી છે. આ જાતિના વર્તનથી બેદરકાર બનેલા આત્માઓ અનુચિત વર્તનને કરનારા હોય છે અને એથી તેઓ સાચી લોકપ્રિયતાને પામી શકતા નથી તેમજ પોતાના પણ શ્રેયને સાધી શકતા નથી. “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના સ્વરૂપને જાણ્યા પછી સમજી શકાય તેમ છે કેઇહલોકવિરૂધ, પરલોકવિરૂદ્ધ અને ઉભયલોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરનાર અને ત્યાગ રૂપ દાન કરનારો આત્મા તથા માનાદિ અનેક દોષો ઉપર વિજય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો આત્મા જ આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું યથાર્થ રૂપમાં આસેવન કરી શકે છે. ખરેખર, “ગંધથી ચંદન લોકપ્રિયપણાને પામે છે, સૌમ્યતાથી ચંદ્ર લોકપ્રિયપણાને પામે છે અને મધુર રસથી અમૃત લોકપ્રિયપણાને પામે છે : એ જ રીતિએ ભુવનમાં