________________
૨૩૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઉચિત કર્મની, ઉચિત પ્રવૃત્તિની અને ઉચિત શાંતિની અપેક્ષા રાખવી, એ કોઇ પણ રીતિએ શકય નથી. સભ્યતાની ચાલને ગુમાવી બેઠેલાઓનું દાન પણ દીપતું નથી અને એવા પ્રસંગ આવ્યે નિદ આદિ ઇહલોકવિરૂદ્ધ, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ અને ધૂત આદિ ઉભય લોકવિરૂદ્ધ કાર્યો પણ ન કરે, એમ માનવાને કોઈ જ કારણ નથી. ખરેખર, આ “ઉચિત્ત પ્રતિપતિ રૂપ વિનયમાં ઘણું ઘણું આવી જાય છે. કર્તવ્યતાના જ્ઞાન વિના સાચી ઉદારતા આવવી નથી અને એ વિના ત્યાગ રૂપ દાન ન આવે અને એના વિના સાચી નમતા આદિ ગુણો દૂર રહે, એ પણ બનવાજોગ છે. સેવ્યની સેવા :
કર્તવ્યતાના જ્ઞાનથી પરવારેલા આત્માઓમાં “પ્રતિપત્તિ' નો અર્થ જે ઉપચાર, તે પણ આવવો શકય નથી. ઉપચારના પણ અનેક અર્થો છે. તેમાં - “સેવા, વ્યવહાર, ધર્મનું અનુષ્ઠાન અને યથાર્થ બોલવાથી સંતોષ પમાડવો.' -આ અર્થો પણ છે. જેઓ કર્તવ્યતાના જ્ઞાનથી જ બેનશિબ રહેવા પામ્યા હોય, તેઓ સેવાના પાત્રની ઉચિત સેવા રૂપ “ઉચિત પ્રતિપત્તિ કયી રીતિએ કરી શકે? ગમે તેની પાસેથી સેવા લેવી, એ જ મનોદશામાં માલનારાઓ સેવ્યની ઉચિત સેવા કરવાને સજ્જ થાય, એ એટલું બધું અસંભવિત છે કે જેની વાત જ ન થાય. સેવ્યની સેવા કરવામાં પણ નાનમ માનનારા અને નિરૂપાયે કરવી પણ પડે તો તેમાં પણ દમભનો આશ્રય લેનારા પામરો, આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયથી પરવારેલા જ છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આ સેવન માટે સાચા સેવક બનવાની જ ભાવનાથી ઓતપ્રોત બનવું પડશે. સાચા સેવકો માટે જ સાચું સેવ્યપણું છે, પણ સેવ્ય બનવાની લાલસામાં જ મરી રહેલાઓ તો સેવાથી બેનશિબ રહે છે, એટલે સેવ્યપણું તો નથી જ પામતા પણ એવી ગુલામી પામે છે કેજેના નામથી પણ કમ્પારી છૂટે. સેવ્યોની ઉચિત સેવાથી દૂર ભાગનારાઓને, મોહે ઉપજાવેલી એવી એવી ગુલામીઓ કરવી પડે છે કે-જે ગુલામી કરતાં અનંત કાલ સુધી એ આત્માઓને અનીચ્છાએ પણ નરકનિગોદ આદિની