________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૩૯ ભયંકર દુઃખમય મુસાફરી કરવી પડે છે અને કારમી રીતિએ સડવું પડે છે. જે આત્માઓને સેવ્યોની સેવા કરવી નથી ગમતી અને સેવ્યો પાસે પણ સેવા કરાવવી ગમે છે, તે આત્માઓ એ એવા આત્માઓ છે કે-એમનાથી ઉચિત વ્યવહારનું પાલન કે ઉચિત ધર્મના અનુષ્ઠાનનું આચરણ થઇ શકતું જ નથી. ઉચિત વ્યવહારના પાલન માટે અને ઉચિત ધર્માનુષ્ઠાનના આચરણ માટે આત્મામાં ઘણી નમતા આવશ્યક છે. એના વિના યથાર્થ બોલીને કોઇને પણ સાચો સંતોષ પમાડવો કે બક્ષીસને યોગ્ય હોય તેને ઉચિત બક્ષીસ આપીને “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય સેવવો એ શકય નથી. ખરેખર, ગુણહીન આત્માઓ જ્યારે અનધિકારપણે ગુણમય સ્થાને આવી પડે, ત્યારે તેઓ આ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ ગુણનું ખૂન કરીને ગુણમય સ્થાનને કલંકિત કરવાનું મહાપાતક ઉપાર્જ છે અને એથી તેઓ આ અનાદિ-અનંત એવા ભવસાગરમાં રૂલનારા જ બને છે. આ ગુણ વિનાના આત્માઓ સાચી રીતિએ ધર્મ પામવાની કે પાળવાની લાયકાત ધરાવતા નથી અને કદાચ ધર્મ પામી જાય તો તે પછી પણ જો આ ગુણને ન પામે તો પામેલા ધર્મને કારમી રીતિએ હારી, જાય છે અને અનંત કાલ સુધી પણ સંસારમાં રખડી જાય છે. ચન્દનમાં ગંધ તેમ માણસમાં વિનય :
- આટલા વર્ણન પછી તમને સમજાશે કે- “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણા ઘણા ગુણો સમાવિષ્ટ થાય છે. આવો વિનય શિષ્ટ લોકોનું વધુ આકર્ષણ કરે અને પોતાના સેવને અધિક અધિક લોકપ્રિય બનાવે, એ વાતમાં શાણાને તો શંકા થાય જ નહિ.
સ. “લોકપ્રિયતા' ગુણનું વર્ણન તો ગજબ છે.
આથી તમને ખાત્રી થઇ ગઇ હશે કે-લોકપ્રિય બનવા માટે જેઓ ધર્મથી પણ વિરૂદ્ધ વર્તન કરનારા છે, તેઓ “લોકપ્રિયતા' ગુણને પામી શકતા જ નથી : એટલું જ નહિ પણ સાચી લોકપ્રિયતા તેવા આત્માઓથી દૂર જ રહે છે.