________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૩૧
તથા ઋદ્ધિ અને સિદ્ધિનો સુમાર ન હોવા છતાં, તેઓ તેની પ્રત્યે વત્સલતા ન રાખી શકયા અને આજના જીવો પાસે તુચ્છ સંપત્તિ પણ રીતસરની નથી હોઇ શકતી. તે છતાં તેઓ પોતાની રાગાદિ પ્રત્યેની વત્સલતા નથી છોડી શકતા. એ કાંઇ નાનીસુની આધીનતા નથી. મોહરાજાની મુત્સદ્દીગીરીમાં ફસી જઇને ખોટી મમતાને આધીન થનારા શુદ્ર સંપત્તિમાં મોટાઇ માનવાના વ્યસની થઇ જાય છે, એટલે એ મોટાઈમાં તેઓનું સઘળું જ સત્ય હરાઇ જાય છે.
મોહ૨ાજનો પરિવાર પ્રત્યેક સકર્મક જીવને એક ચિત્તવૃત્તિ રૂપી મહાટવી છે. તેમાં પાંચ પ્રમાદસ્થાનો રૂપી “પ્રમત્તતા' નદી છે. મદ્યાદિ પ્રમાદોનાં આસેવન રૂપ ‘તકિલસિત' નામનો પુલિન છે. પ્રમાદિત્યાગના ઉપદેશ ઉપર અશ્રદ્વાન રૂપ ચિત્તવિક્ષેપમંડપ છે. વૃદ્ધાવસ્થામાં પણ વિરતિનો અનંગીકાર તે રૂપ તૃણાવેદિકા છે. કેવલ યત્નના અભાવે ધનાદિનો નાશ થાય છે, તે વિપર્યાસવિષ્ટર છે ગુર્વાદિએ નિવારણ કરવા છતાં ભુકતોષ્ટિ ભોગોને વિષે પ્રવૃત્તિ, તે અવિદ્યાગાત્રયષ્ટિ છે. સન્નિપાત તે મહામોહ છે. મહામોહના સમાન ગુણવાળી મહામોહની ડાબી બાજુમાં બેઠેલી મહામૂઢતા નામની મહાદેવી છે. તેની નજીક જ અત્યંત કૃષ્ણ વર્ણવાળો સર્વાધિકારી મિથ્યાદર્શન મંત્રી છે. તેના અર્ધાગે રહેલી કુદ્રષ્ટિ નામની તેની ભાર્યા છે. જમણી બાજુએ મહામોહનો રાગકેશરી નામનો જ્યેષ્ઠ પુત્ર છે. તેની જ નજીક લાલ વર્ણવાળા દ્રષ્ટિરાગ, નેહરાગ અને કામરાગ નામના તેનાં ત્રણ મિત્રો છે. રાગકેશરીના સમાન ગુણવાળી મૂઢતા નામની તેની ભાર્યા છે. ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લોભ રૂપ તેના આઠ અપત્યો છે. ડાબી બાજુએ મહામોહનો નાનો પુત્ર તેષગજેન્દ્ર અને એની ભાર્યા અવિવેકિતા છે. ચાર પ્રકારના ક્રોધ અને ચાર પ્રકારના માન, એ આઠ તેના પુત્રો છે. મહામોહની પેઠે લાલ વર્ણવાળો, પુંવેદ, સ્ત્રીવેદ અને