________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૨૯
મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા ! ત્રીજો ગુણ નિર્લોભતા કહો. આ જીવો લોભીયા નહિ. સ્વર્ગાદિ મળે એટલે આનંદ, વધારે લોભ જ નહિ. ચોથો ગુણ અકૃપણતા ! ગર્વાદિક કરવા વડે કરેલાં સુકૃત્યોનો નાશ થાય છે. “હું આવો, મેં આમ કર્યું, તેમ કર્યું' -ઇત્યાદિ કહેવાથી કરેલાં સુકૃત્યો નાશ પામે છે, તે છતાં પણ આ જીવો ઉદાર એવા કે-તેમ કરી તેનો નાશ કરે. એવા કૃપણ નહિ કે-એ નાશ ન થાય માટે ગર્વાદિક ન કરે. પાંચમો ગુણ સાહસિકતા : આ જીવોને સાહસિક પણ કહ્યાા. જેને ભય ન હોય તે જ અયોગ્ય સાહસ કરે, માટે આ જીવો ભય વિનાના. ગમે તેવી આપત્તિ આવે પણ પાપથી જરા પણ ડરે નહિ. પૂર્વના જીવો આથી વિપરીત હતા, માટે એઓને સંસારસુખ મૂકી મૂકીને મોલમાં જવું પડ્યું ! જે મોલમાં ગાડી, ઘોડા, મોટર, બંગલા, બગીચા કશુંએ નહિ
ત્યાં જવું પડ્યું. આજના ગુણવાનોને ત્યાં વું પડે તેમ છે જ નહિ એ નક્કી થયું. બહુ ગાંડાને ડાહો ન કહેવાય, પણ ખોટું ન લગાડવા “બહુ ડાહો' કહેવાય ! એવી રીતે આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બહુ ડાહ્યો કહે, ત્યાં બહુ મર્મો સમજવો ૧ બધા જીવોને જે સુખ જોઇએ છીએ તે સુખ મોક્ષમાં છે, પણ સંસારમાં નથી : માટે અનાદિ નગર યાને સંસારનો ત્યાગ થાય તો મોક્ષે જવાય અને એ સુખ મળે, પણ એ સંસારનો ત્યાગ કરવા માટે પણ આ કહ્યા તે ગુણોનો ત્યાગ કરવો પડે અને એ ગુણોનો ત્યાગ આદુષમકાળના જીવોને માટે દુર્લભ છે. મોહરાજા મહા મુત્સદી છે :
હવે ગ્રંથકાર પૂર્વના મહાપુરૂષોનાં થોડાંક નામો આપે છે અને કહેવાનું કહે છે. શ્રી નેમિનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી ભરત મહારાજા તથા તેમના ભાઇઓ, શ્રી બાહુબલીજી, શ્રી રામચંદ્રજીના ભાઇ ભરતજી, શ્રી શિવકુમાર, શ્રી પૃથ્વીચંદ્ર, શ્રી થાવસ્ત્રાપુત્ર અને શ્રી જબૂસ્વામી વિગેરે આત્માઓ મોહરાજાએ અનાદિકાલથી સોંપેલા રાગદ્વેષાદિ સેવકોને જાળવી ન શકયા : કારણ કે મહાપુરૂષો રાગાદિ
ડાહ્યો હુ ગાંડાને ડાઉનને ત્યાં જ