________________
૨૩૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પ્રત્યે સેવકનવત્સલ નહોતા. તે સેવકન પ્રત્યે વાત્સલ્યનો ગુણ એમનામાં નહોતો. ભગવાન શ્રી નેમનાથસ્વામી તથા ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના નામથી બધા જ શ્રી તીર્થંકર દેવો તથા બીજાઓના નામ વડે બીજા તમામ મોક્ષગામી આત્માઓ લેવા. એ શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધરદેવો, પૂર્વાચાર્યો આદિમાં આ સેવકો પ્રત્યે વત્સલતા હતી જ નહિ, પણ દુઃષમકાળના જીવોને તો તેઓ પ્રત્યે વત્સલતા પૂરેપૂરી છે. રાગદ્વેષાદિ નોકરો છે તો મોહના : પણ આ બધા જીવો મોક્ષમાં ભાગી ન જાય માટે મોહરાજાએ આ બધા પોતાના નામચીન નોકરોને એમના (જીવોના) નોકર તરીકે રાખ્યા. છે. મોહરાજા ઓછો મુત્સદી છે ? પણ જીવો એવા કે-એ સેવકોને જરા પણ તકલીફ ન પડે, એની કાળજી પહેલી રાખે : આપણા આત્માનું ચાહ્ય તેમ થાય તેની પરવા નહિ પણ એને તકલીફ ન પડવા દઇએ એવા ઉપકારી : આવા સેવકનવત્સલ આ કલિકાલના જીવો છે. બધા શ્રી તીર્થંકરદેવો, શ્રી ગણધર દેવો અને બીજા પુણ્ય પુરૂષો તો એવા કે- આવા સેવકોને વગર કારણે લાત મારી મારીને ચાલ્યા ગયા. આ બધા રાદ્વિ વિગેરે સાહ્યબીમાં હતા, સુખમાં હતા, એમને સુખની કમીના ન હતી, છતાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભાદિ સેવકોને લાત મારીને કાઢ્યા. આ સેવકો અનુકૂળ હતા તોય લાત મારીને કાઢી મૂકયા અને પોતે સંસાર છોડી ચાલી ગયા. આના જીવો તો આ સેવકો ઉલટા પડે તોય ઉલટા એને વળગે છે. પોતાને ખરાબ કરીને પણ રાગાદિને બરાબર સાચવે છે ! આ ઓછો સદ્ગુણ છે ? સદ્ગુણ શબ્દ સાંભળી ફુલાતા નહિ હોં ! આ બધા શ્રી તીર્થંકરો અને મુક્તિગામી જીવોએ, અનાદિકાલથી સમર્પાયેલા સેવક રાગાદિ વિષે ઉપદ્રવ મચાવ્યો માટે પ્રેમ ન જાળવી શકયા. અને માટે જ સંસારમાં રહી શકયા નહિ. તમે બહાદૂર ! પેલા આત્માઓને મોહે સંઘર્યા નહિ અને તમને છોડે નહિ ! તમે માલીકનો એવો પ્રેમ મેળવ્યો છે કે-ખામી નહિ. તમારામાં એ યોગ્યતા અખંડપણે આવી છે. પૂર્વપુરૂષોમાં એ ગુણ નહોતો. પૂર્વના પુણ્યપુરૂષોને રાગાદિક સર્વ પ્રકારે અનુકૂળ હોવા છતાં