________________
૨૩૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નપુંસકવેદ નામના ત્રણ પુરૂષોથી યુકત અને રતિહાર્યાથી પરિવરેલો કંદર્પ નામનો મંડલિક છે. એની નજીક મૂછતા નામની ભાર્યાથી યુકત હાસ્ય નામનો સુભટ છે. તેની પાસે અરતિ નામની સ્ત્રી છે. તેની નજીક હીનસત્ત્વા નામની ભાર્યાથી યુકત સાત પુરૂષોથી વિટાયેલો ભય નામનો યોદ્ધો છે. તેની આગળ ભવાવસ્થા નામની ભાર્યાથી યુકત શોક નામનો ભટ છે. તેની પાછળ જુગુપ્સા નામની સ્ત્રી છે. વેદિકાની નજીક બેઠેલો સ્પર્શનાદિ પાંચનો પિતા અને રાગકેશરીનો મંત્રી ભોગતૃષ્ણા નામની પોતાની ભાર્યાની સાથે બેઠેલો વિષયાભિલાષ છે. તેની નજીક દુષ્ટાભિસધિ આદિ સુભટો બેઠેલા છે. મહામોહરાનું આ અંગત સૈન્ય છે. વિલોકમંડપમાં બીજા સાત રાજાઓ છે. તેમાં પહેલો મતિજ્ઞાનાવરણાદિ પાંચ પુરૂષોથી પરિવરેલો જ્ઞાનસંવરણ, રાજા છે, બીજો નિદ્રાપંચક અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર મળીને કુલ નવ પુરૂષોથી વિટાયેલો દર્શનાવરણ નામનો છે, શાતા-અશાતા સહિત ત્રીજો વેદનીય નામનો છે, ચોથો દેવ, મનુષ્યાદિ ચાર પરિકરવાનો આયુ નામનો રાજા છે, બેંતાલીશ પુરૂષોથી પરિવરેલો પાંચમો નામ નામનો રાજા છે, ઉચ ગોત્ર અને નીચ ગોત્ર નામના બે પુરૂષોથી યુકત છઠ્ઠો ગોત્ર નામનો રાજા છે અને દાન-લાભાદિ પાંચ પુરૂષો સહિત સાતમો અંતરાય નામનો રાજા છે. એ બધા જનો દ્રોહી છે. સર્વજ્ઞાગમથી ભાવિત પુરૂષો જ માત્ર તેને જીતી શકે છે. બીજા બધાઓ તેનાથી જીતાઇ જઇ આ ભવચક્રપુરમાં અનંત કાળ સુધી અનેક પ્રકારનાં કષ્ટોને પામે છે.
સદાચારનું વર્ણન
છે. તેમાં પહેલો
હિંચક અને શક છે, શાતા
દાન ઉભયનું ઉપકારક જઇએ :
ધર્મના અર્થી આત્માઓએ “લોકપ્રિયતા' ગુણ પ્રાપ્ત કરવો, એ પણ એક આવશ્યક વસ્તુ છે. આ લોકપ્રિયતા' નામનો ગુણ મેળવવા માટે ઘણું ઘણું કરવું જરૂરી છે. શિષ્ટ લોકમાં પ્રિય બનવા માટે પરનિદા