________________
૨૩૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
યતિઓ, એ ઉત્તમ પાત્ર છે : દેશવિરતિધર શ્રાવકો, એ મધ્યમ પાત્ર છે. અને વ્રતાદિને વિષે નિ:સહ છતાં સમ્યગ્દર્શન ગુણથી સમલંકૃત એવા આત્માઓ, એ જ્વન્ય પાત્ર છે. તજ્વા લાયક જે કુપાત્રો તે કુતીથિંકી છે અને અપાત્રો તે હિંસાદિ પાપોમાં પરાયણ, કુશાસના પાઠ માત્રથી સદાય પંડિતમાની અને તત્ત્વથી નાસ્તિક પ્રાય: આત્માઓ છે.
ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય :
‘લોકપ્રિયતા' ગુણના અર્થી આત્માએ દાનની માફક વિનયની ઉપાસના પણ અવશ્ય કરવી જોઇએ. વિનય, એ એવો ગુણ છે, કે જે ર્મક્ષય દ્વારા મોક્ષનો સાધક બને છે. આત્મા જેમ જેમ ઉન્નત બનતો જાય છે, તેમ તેમ તેના વિનયની વિશિષ્ટતા વધતી જાય છે. સામાન્ય રીતિએ ‘ઉચિત પ્રતિપત્તિ’ એ વિનય છે અને એ જ વિનય આ સ્થાને અનંત ઉપકારી શાસ્રકારપરમષિઓએ લીધો છે. ખરેખર, ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય, એ શિષ્ટ લોકોનું આકર્ષણ કરનાર હોઇને, એ ગુણથી સંપન્ન આત્મા શિષ્ટલોકમાં અવશ્ય પ્રેમનું પાત્ર થઇ પડે છે. ગન્ધ વિનાનું ચંદન એ જેમ લોકપ્રિય નથી બનતું, તેમ વિનય વિનાનો આત્મા કદી જ લોકપ્રિય નથી બની શકતો. ચંદન ચંદન હોવાથી પ્રીતિનું પાત્ર નથી, પણ તે સુગંધમય છે માટે જ લોકપ્રિય છે. એ જ સ્થિતિ, વિનય માટે સમજ્વાની છે. ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયથી હીન આદમી ગમે તેવો રૂડો-રૂપાળો હોય કે શ્રીમન્નાઇ, ધીમન્નાઇ આદિને ધરનારો હોય, છતાં શિષ્ટનોની પ્રીતિનું પાત્ર નથી બની શકતો. આથી જે આત્માઓ સધર્મની પ્રાપ્તિ અને તેના પરિપાલનના હેતુથી લોકપ્રિયતાને પામવાની ઇચ્છાવાળા હોય, તેઓએ તો જરૂર આ ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયની ઉપાસના કરવી જોઇએ, ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય, એ એટલો જરૂરી અને ઉપકારક છે કે-એનું વર્ણન વાણીમાં ઉતારવું એ પણ મુશ્કેલ થઇ પડે તેમ છે. ‘પ્રતિપત્તિ’ શબ્દના અનેક અર્થો થાય છે : એમાં- ‘ગૌરવ, ક્રિયા, કર્મ, ઉપચાર, સભ્યતાની ચાલ, શાંતિ, કર્તવ્યતાનું જ્ઞાન, પ્રવૃત્તિ, આપવું એટલે કે બક્ષીસ કરવું તે'