________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હોવાથી, તેને હૃદયમાં રાખી શકયો નહિ. જો કે-તેણે અન્ય કોઇને એ વાત નથી કરી, પણ કોઇ એક દિવસે ઓછી મતિવાળા તેણે હસીને પોતાની માતાને જ પૂછ્યું કે
“હે માતા ! શું એ સાચું છે કે-તેં મારા પિતાને કુવામાં નાખ્યા હતા ?"
૨૨૭
પોતાના પુત્રનો આવો પ્રશ્ન સાંભળીને, તેની માતા આશ્ચર્ય પામી અને તેણી પોતાના પુત્રને પૂછે છે કે
“હે પુત્ર ! તું આ વાત ક્યી રીતિએ જાણે છે ? અર્થાત્- તેં આ વાત શાથી જાણી !"
પૉતાની માતાએ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર આપતાં, તે પુત્ર પણ કહે છે કે
“મને આ વાત મારા પિતાએ જ કહી છે : આ વાત હું મારા પિતાના વચનથી જ જાણું છું."
પોતાના પુત્રના આ કથનથી ગોશ્રી ખૂબ જ લજ્જાને પામી. વિચાર કરો કે-ગોશ્રીનું હૈયું કેવું પરિવર્તન પામી ગયું છે ! તે સમયે જે ભયંકર કૃત્ય આચરતાં પણ ગોશ્રીને સંકોચ નહોતો થયો, તે જ કૃત્યની વાત સાંભળતાં પણ આજે તે ખૂબ જ લજ્જાને પામે છે. ગોશ્રી એવી તો ભારે લજ્જાને પામી કે-તેના યોગે તેણીનું હૃદય ધસ દઇને ફુટી ગયું અને હૃદય ફૂટવાથી તેણી મૃત્યુ પામી. આથી એકદમ ઘરમાં હાહાકાર મચી ગયો.
એ હાહાકારને સાંભળીને વિજ્યશ્રેષ્ઠી પણ ત્યાં આવ્યા અને અચાનક ગોશ્રીનું મૃત્યુ શાથી થયું -તેની તપાસ કરતાં, તેમણે સાચી હકીકત જાણી એ જાણીને તેમને ખૂબ જ વિષાદ થયો અને દુ:ખથી તે ઝુરવા લાગ્યા. તેમને લાગ્યું કે- ‘આ મારો જ દોષ છે હું ગંભીરતાજાળવી શક્યો નહિ, તેનું જ આ ફલ છે. ખરેખર, હું ખૂબ જ તુચ્છ આશયનો માણસ છું.' આમ તે પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી પોતાની પત્નીના