________________
૨૨૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે, તો આપને એ વાત કેવી રીતિએ અનુભવસિદ્ધ છે એ આપ મને કહો : કારણ કે એ આપનો અનુભવ જાણવાનું મને કૌતુક છે.”
આ પ્રમાણે અતિ આગ્રહપૂર્વક પૂછતા પોતાના મોટા પુત્રને શ્રી વિજય કહે છે કે- “મેં તને કહેલું જ છે કે- “બોલવાથી નહિ બોલવું સારૂં, પૂછવાથી નહિ પૂછવું સારું અને સાંભળવા કરતાં નહિ સાંભળવું સારૂં' આ કારણથી એ અનુભવને જાણવા માટે આગ્રહ કરવાએ કરીને સર્યું : અર્થાતુતું હવે એ વાતને જાણવાનો આગ્રહ છોડી દે.”
પોતાના પિતાના એ ઉત્તરથી, શ્રી વિજયના મોટા પુત્રનું કુતૂહલ અતિ મજબૂતપણે વધવા લાગ્યું. જે વાતને સામો માણસ પૂછવાની ના કહે, તે વાત પૂછવાની અધિક ને અધિક વૃત્તિ થાય, એવું સામાન્ય માણસો માટે ખૂબ જ બને છે. શ્રી વિજયના પુત્ર માટે પણ એમ જ બન્યું. પોતાના પિતાના અનુભવને જાણવાનું જેનું કુતૂહલ ખૂબ ખૂબ વધ્યું છે, એવો તે પુત્ર વારંવાર એ અનુભવને જાણવાની જ ઝંખના કરે છે. આ રીતિએ પોતાના અનુભવને જાણવા માટે અતિ આદરવાળા બનેલા પોતાના પુત્ર દ્વારા વધુને વધુ આગ્રહ કરવાથી, પોતાના તે અનુભવને કહેવાની ઇચ્છા નહિ હોવા છતાં પણ, તેવી જ કોઇ ભવિતવ્યતાના પ્રતાપે શ્રી વિજય શ્રેષ્ઠિએ પણ પોતાનો તે અનુભવ પોતાના તે વડિલ પુત્રની સમક્ષ કહ્યો. પોતાનો અનુભવ કહેતાં શ્રી વિજયશ્રેષ્ઠી પોતાના પુત્રને કહે છે કે
“હે પુત્ર ! પહેલાં તારી માતાએ મને વિકટ કુવામાં નાખી દીધો હતો, પણ એ વાત મેં તેણીને પણ કહી નથી અને એથી જ આ સુંદર પરિણામ આવ્યું છે. મેં તારી માતાને પણ જે ન કહ્યું, તે સુખાવહ જ થયું. આ કારણે તારે પણ આ વાત અન્ય કોઇને કહેવી નહિ.” -
આ બનાવ કોઇ તેવી વિચિત્ર ભવિતવ્યતાના યોગે જ બનવા પામ્યો છે, એમ માન્યા વિના ચાલે તેવું નથી : અન્યથા, શ્રી વિજયશ્રેષ્ઠી જવાના મુખમાંથી આ વાત નીકળવી, એ કોઇ પણ રીતિએ સંભવિત ન હતી. આ વાત જાણ્યા પછી, શ્રી વિજયશ્રેષ્ઠીનો તે મોટો પુત્ર ઓછી મતિવાળો