________________
૨૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સ્થિર બનાવવું પડશે. હૃદયની શુદ્ધતા વિના અન્યના અપરાધને હૃદયમાં રાખવો એ શકય નથી. પોતાના દોષને છૂપાવવાની જેટલી વૃત્તિ જગતના જીવોમાં હોય છે, તેટલી જ નહિ પણ તેથીય અધિક વૃત્તિ બીજાના દોષને પ્રગટ કરવાની હોય છે. આવા આત્માઓ કલહ અને ક્રોધથી બચવા ધારે તો પણ બચી શકતા નથી.'
આથી શ્રી વિજ્ય સૌને કહેતા કે-સૌના પણ અપરાધને જાયા છતાંય બોલવા કરતાં નહિ બોલવામાં જ સારું છે અને પૂછવા કરતાં ન પૂછવું એ જ સારું છે. નહિ બોલવામાં અને નહિ પૂછવામાં શ્રેષ્ઠતા એવી છે કે-એથી કલહ થતો નથી અને ક્રોધથી બચી જ્વાય છે તેમજ પરિણામે ક્ષમાપ્રધાન બનાય છે. જગતના યુદ્ધ માણસોની બીજાના દોષને જાણવાની વૃત્તિ ઘણી સતેજ હોય છે. અન્યનો દોષ જો પોતે જ પોતાની મેળે ન જાણી શકે, તો તે જાણવા માટે અન્યોને પૂછવાની વૃત્તિ ખૂબ જ રહે છે. એ વૃત્તિ પ્રાય: તુચ્છ મતિવાળાઓની જ હોય છે. એવા આત્માઓને એવી વાતો સાંભળવામાં ઘણો રસ હોય છે. હિતકર વાતોમાં એવાઓને જેટલો કંટાળો આવે છે, તેટલો જ એવાઓને એવી વાતોમાં રસ આવે છે. અન્યના દોષોને સાંભળવાની વૃત્તિ નિપુણમતિવાળામાં તો ન જ હોવી જોઇએ, પણ કદાચ આવી જાય તો એવા આત્મા માટે પણ શ્રી વિજય એ સલાહ આપતા કે- “એવી અપરાધની વાત પૂછવા કરતાં નહિ પૂછવી એ જ સારૂં છે.'
ક્રોધ અને કલહની વિષમતા તેમજ ક્ષમાની શ્રેષ્ઠતાને બરાબર સમજનાર શ્રી વિજય જ્યારે જ્યારે કોઇને પણ વિવાદ કરતા જોતા, ત્યારે ત્યારે તે તેવાઓને જોઇને પ્રિય વચનો બોલતા અને પોતાનાં પ્રિય વચનો દ્વારા તેઓને શાંત કરતા. શ્રી વિજય કહેતા કે-સ્વજન સંબંધી પણ વિપ્રિય જોયું હોય તોય તેને હૃદયમાં ધરી રાખવું, પણ બહાર ન બોલવું ? કારણ કે-બોલવા કરતાં નહિ બોલવું એ જ સારૂં છે : એટલું જ નહિ,પણ બીજાને