________________
૨૨૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સંસર્ગ ગુણનો પ્રેમી આત્મા કોઇ ખાસ વિશિષ્ટ કારણ વિના કદી પણ ન કરે એ શંકા વિનાની વાત છે.
શ્રી વિજ્ય ક્ષમાગુણની મહત્તા ઘણી જ સારી રીતિએ સમજી શકો છે, એટલે તે બીજા પણ આત્માઓને અવસર પામીને ક્ષમાગુણના ઉપાસક બનવાનો ઉપદેશ આપે તે સ્વાભાવિક જ છે. ક્ષમાગુણને નિવૃત્તિના દાનમાં પ્રધાન કારણ તરીકે જાણીને, એની ઉપાસનામાં શુભ મનવાળો બનેલો વિજ્ય જો કોઇને પણ કલહ કરતો જૂએ છે, તો કહે છે કે- “વિલસી રહ્યો છે પરમ પ્રમોદ જેઓનો એવા હે લોકો ! તમે ક્ષમાપ્રધાન થાઓ ! ક્રોધ, એ ભવસમુદ્રના પ્રવાહ જેવો છે, માટે તમે ક્રોધને કોઇ પણ રીતિએ ન કરો : જેમ કલહંસો કલુષિત જ્વનો ત્યાગ કરે છે, તેમ તમે પણ ધર્મ, અર્થ, અને મોક્ષ- આ ચારેય પુરૂષાર્થોનો નાશ કરનાર સેંકડો દુ:ખોના કારણ રૂપ કલહને તજો ! કોઇનો પણ અપરાધ હોય, તો તેને બોલવો નહિ, પૂછવો પણ નહિ અને સાંભળવો પણ નહિ. અન્યોના અપરાધને બોલવા કરતાં નહિ બોલવો એ સારૂં છે અને નિપુણ મતિવાળા પરને પણ પૂછ્યા કરતાં નહિ પૂછવું એ સારૂં છે.”
કામ
શ્રી વિજ્ય દ્વારા સૌ કોઇને અપાતી આ સલાહ અનુપમ હતી. ક્ષમાનો મહિમા સામગ્રી આદિ મુજબ પણ યથાર્થ રીતિએ સમજાયા વિના આવી સમજ આવવી એ શક્ય નથી. શ્રી વિજ્યના અંતરમાં ક્ષમાનીપ્રધાનતા ઓતપ્રોત થઇ ગઇ હતી. ક્ષમાની પ્રધાનતા સમજાયા વિના ક્ષમા આત્મસાત્ બનવી એ શકય નથી અને એ વિના પ્રત્યેક આત્માને આવી જાતિની સલાહ આપવાનું નિરંતર દીલ થવુ એ મુશ્કેલ જ છે.
શ્રી વિજ્યને એ વાતનો, બરાબર નિશ્ચય થયો હતો કે-ક્રોધ એ સ્વપરના પ્રમોદનો નાશક છે. ક્રોધી આત્મા પ્રથમ પોતાના પ્રમોદનો નાશ કરે છે અને અનુકૂળ સામગ્રી મળે તો તે અન્યના પણ પ્રમોદનો નાશ કરવાનું પરાક્રમ કર્યા વિના રહેતો નથી. એ જ કારણે, જ્યારે પ્રમોદથી વિલાસ કરતા લોકો પણ જાણે જીઆમાં જ આનંદ છે એમ માની કલહ