________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
૨૨૧
પાણી એનું એકમાતીની શોભા
થતા જે જોવામાં આવે છે, તે પ્રતાપ સંસર્ગનો છે. અધમનો સંસર્ગ અધમ ગુણને પેદા કરે છે, મધ્યમનો સંસર્ગ મધ્યમ ગુણને પેદા કરે છે અને ઉત્તમનો સંસર્ગ ઉત્તમ ગુણને પેદા કરે છે. સંસર્ગના પ્રતાપે ઉત્પન્ન થતી આ સ્થિતિને કષ્ટાન્ત દ્વારા સમજાવવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. લોઢું સારી રીતિએ તપેલું હોય અને એના ઉપર પાણી પડે તો ? તો પાણીનું નામનિશાન પણ ન રહે ! એ જ રીતિએ એનું એ પાણી જો કમલિનીના પત્ર ઉપર પડ્યું હોય તો તે પાણીનાં બિન્દુઓ મોતીની જેમ શોભે છે. આ રીતિએ અધમ અને મધ્યમનું ઉદાહરણ આપી, કવિ ઉત્તમનું વર્ણન કરે છે. તમને ખ્યાલ તો હશે કે-મોતી દરીયામાંથી નીકળે છે. દરીયામાં મોટી છૂટાં હોતાં નથી, પણ શુકિતમાં રહેલાં હોય છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસતો હોય અને એ વખતે જો તે વરસાદના પાણીનું બિન્દુ શકિતસમ્પટમાં જઇ પડે, તો તેનું મોતી થઇ જાય છે. પાણી એનું એ, પણ તપેલા લોઢા ઉપર પડીને બળી જાય, કમલિનીનાં પત્ર ઉપર પડીને મોતીની શોભાને પામે અને સ્વાતિ નક્ષત્રમાં સાગરની અંદર રહેલ શુકિતમાં જઇ પડે તો મોતી બની જાય. એ જ રીતિએ પ્રાયઃ કરીને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ સંસર્ગથી દેખાય છે. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે-દુનિયામાં સંસર્ગ પણ શું કામ કરે છે ? સંસર્ગનો મહિમા સમજનારાઓએ સદાને માટે ઉત્તમ આત્માઓનાં જ સંસર્ગમાં રહેવું જોઇએ. અધમ આત્માઓનો સંસર્ગ સામાન્ય આત્માઓને માટે તો અવશ્ય હાનિ કરનારો નિવડે છે. આ કારણે, દોષોના વરી અને ગુણના પ્રેમી આત્માઓએ તો અધમ અને મધ્યમ કોટિના સંસર્ગમાં નહિ રહેતાં ઉત્તમના સંસર્ગમાં જ રહેવાના ધ્યેયવાળા બનવું જોઇએ. જેઓ ખાસ કારણ વિના અધમ આત્માઓના સંસર્ગમાં રહેવા છતાં ગુણના પ્રેમની વાતો કરતા હોય, તેઓ પ્રાય: દમભના જ ઉપાસક હોઇ શકે છે.
ઓના સંસર્ગથી વિદ્યમાન ગુણો પણ વિનાશને અથવા તો મલિનતાને પામે તેમ હોય અને અનેક દોષોનો આવિર્ભાવ થાય તેમ હોય, તેઓનો
બની જાય