________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૧૯ જે શાન્તિ ભોગવી શકે છે, તે સામાન્ય કોટિની હોતી નથી. એવા આત્માઓને પરલોક સુધરે અને મુક્તિસુખ તેમનાથી દૂર ન રહે, એમાં પણ શંકાને અવકાશ નથી. શરત એટલી જ છે કે-ગુણ ગુણ રૂપે પ્રગટવો જોઇએ અને ગુણ રૂપે જ સેવાવો જોઇએ.
વિજય ઉપાધ્યાયના ઉપદેશની યથાર્થતાનો અને પોતાને થયેલા ક્ષમાગુણના સાક્ષાત્કારનો વિચાર કરીને અટકી ગયો છે એમ પણ નથી. વિજયે આગળ એવો પણ વિચાર કર્યો છે કે- “હવે હું પરહિતમાં રકત બનું.” ગુણની એ એક મહત્તા છે કે-એક ગુણનો માલિક બનેલો આત્મા ક્રમશ: અનેક ગુણોનો માલિક બની જાય છે. દોષ દોષને આકર્ષે છે અને ગુણ ગુણને આકર્ષે છે. એક પાપનો ડર અનેક પાપોનો પ્રેરક બને છે અને એક ગુણનો આદર અનેક ગુણોના પ્રગટીકરણનું કારણ બને છે. પછી તો વિજય જેમ પ્રશાન્તાત્મા બન્યો છે, તેમ પરહિતાર્થકારી પણ બન્યો છે. વિજય જેમ ક્ષમાશીલ હતો તેમ ગંભીર પણ હતો જ અને એથી એનામાં અક્ષકતા રૂપ ગુણ પણ હતો. જો તેનામાં અગંભીરતા હોત, તો તે ગોશ્રીના અપરાધને પણ જે રીતિએ પોતાના હૈયામાં રાખી શકયો એ રીતિએ રાખી શકત નહિ. જો કે ભવિષ્યમાં એક ભૂલ થઇ છે અને એના પ્રતાપે ગોશ્રીનું મૃત્યુ નિપજ્યું છે, પરંતુ તેથી વિજયને જે પશ્ચાત્તાપ થયો છે અને વિજયની જે સ્થિતિ થઇ છે, તે જોતાં વિજયમાં ક્ષુદ્રતા દોષ હતો, એમ કહી શકાય એવું છે જ નહિ. કોઇ તેવી વિચિત્ર ભવિતવ્યતાએ જ વિજયને ભૂલવ્યો, એમ સંયોગો આદિનો વિચાર કરતાં લાગ્યા વિના નહિ રહે. એ પ્રસંગ આપણે હમણાં જ જોઇએ છીએ, પણ પહેલાં આપણે તે પૂર્વેની હકીકત જોઇ લઇએ. શાસકાર-પરમર્ષિ ફરમાવે છે કે“હવે હું પરહિતમાં રકત બનું.” –એવો વિચાર કરીને, તે વિજય દીન આદિને વિષે દાન દેવાને પ્રવૃત્ત થયો. આ રીતિએ તે વિજય પોતાની લક્ષ્મીનો પણ સવ્યય કરવા લાગ્યો.
આમ પરહિત સાધવામાં પ્રવૃત્ત થયેલો અને પ્રકૃતિથી જ સૌમ્ય