________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૧૭
હોય છે. અવિવેકી આત્માઓની વિદ્યા અને બુદ્ધિ, નથી તો તેઓને લાભદાયક થતી કે નથી તો અન્યોને લાભદાયક થતી : પ્રાય: તો, એ વિદ્યા અને એ બુદ્ધિ ઉભયનો વિનાશ સાધનારી બને છે. આ જ કારણે ભણતર અને બુદ્ધિ કરતાં પણ વિવેક પ્રધાનતા ભોગવે છે. વિવેકી આત્મા ભલે થોડું ભણેલો હોય અને ઓછી બુદ્ધિ ધરાવતો હોય, પણ તે પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે અને બીજાઓને માટે પણ તે ઉપકારનું જ કારણ બને છે : પરતુ પુણ્યોદય અને લઘુકમિતાના યોગ વિના વિવેની પ્રાપ્તિ થવી એ શકય નથી. વિવેકી આત્માઓ મૃત્યુથી મુંઝાતા નથી, પણ મૃત્યુને ઉત્તમમાં ઉત્તમ બનાવવાવનો પ્રયત્ન કરે છે. વિવેકી આત્માઓની જીવનચર્યા ઉત્તમ મૃત્યુ માટેની તૈયારી રૂપ હોય છે એમ પણ કહી શકાય. “મૃત્યુ થવાનું સુનિશ્ચિત છે' એમ જાણનારા વિવેકીઓ, સમાધિપૂર્વક મૃત્યુ પમાય એ માટે બનતું કરવાનું ચૂકતા નથી. જીવન એવું કેળવવું જોઇએ કે-મૃત્યુનો ડર જ ન લાગે, પણ એ જીવન પરભવના વિચાર વિના અને યોગ્ય નિશ્રાને સ્વીકાર્યા વિના કેમ જીવાય ? પરભવનો જેને વિચાર નથી અને જન્મ લેવો પડે એવી સ્થિતિથી મુકત બનવાની જેની ભાવના નથી, તે આત્મા સુંદર જીવનને જીવી શકે એ શકય જ નથી.
અસ્તુ અહીં તો જે બને છે, તે એ છે કે- વિજયનાં માતા-પિતા મૃત્યુ પામે છે અને એથી ઘરનું સ્વામિત્વ વિજયને અને ગોશ્રીને પ્રાપ્ત થાય છે. માતા-પિતા જીવતાં ઘરમાં પુત્ર અને પુત્રવધુનું સ્વામિત્વ હોય. નહિ, પણ આજે દશા જૂદી જ છે કાંતો માતા-પિતાને પુત્રનું અને પુત્રવધુનું સ્વામિત્વ સ્વીકારવું પડે છે અને કાં તો માતા-પિતાને તરછોડીને પુત્ર અને પુત્રવધૂ જૂદાં રહે છે. વિનય જાય અને સ્વચ્છદતા આવે, ત્યાં શું ન થાય ? આજે રળાઉ દીકરો અને તેની વહુ માતા-પિતાની ચાકરી કરતાં હોય, એવી દશા બહુ જ ઓછે સ્થલે જોવા મળે છે. મોટે ભાગે દીકરાનીને વહુની આમન્યા માતા-પિતાને જાળવવી પડે છે અને તેમાંય પહેલાં મા