________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પત્ની ગોશ્રીને લઇને પોતાને ઘેર આવ્યો. હવે તો ગોશ્રી પણ અહીં આનન્દમાં જ પોતાના દિવસોને પસાર કરે છે. વૈમનસ્ય જેવી કોઇ વસ્તુ જ બેમાંથી એકનાય અન્તરમાં નથી : અને એથી બન્નેયનું જીવન પ્રેમપૂર્વકના વર્તાવમાં પસાર થાય છે.
૨૧૬
આ રીતિએ કેટલોક સમય ગયા બાદ, એ બનાવ બન્યો કે જે બનાવ આ સંસારમાં સ્વાભાવિક જ છે. આ વિશ્વમાં એવો કોઇ ન્મ્યો નથી અને જન્મવાનો પણ નથી, કે જેનું મૃત્યુ ન થાય. સંસારમાં જન્મની સાથે મરણ સંકળાએલું જ છે. જે જન્મ્યો છે તે મરવાનો જ છે -એ વાત એક ને એક બે જેવી સુનિશ્ચિત છે. આવી સુનિશ્ચિત વસ્તુમાં પણ અજ્ઞાન આત્માઓ આકળ-વિકળ બની જાય છે. દિવસોના દિવસો સુધી પોતે સાંલખ્યું અને જોયું પણ હોય કે-જન્મેલા વહેલા યા મોડા મરે જ છે, છતાં મરણના નામે આવા જીવો કેટલા આકલ-વિકલ બની જાય છે ? મરણથી ડરનારા આત્માએ જન્મથી બચાય એવો પ્રયત્ન આદરવો -એ જ ડહાપણનું કામ છે; પણ અજ્ઞાનિઓને એનો તો વિચાર કરવાની પણ દરકાર નથી. હું કયાંથી આવીને અહીં જન્મ્યો અને અહીંથી મરીને હું કયાં ઇશ ? -એનો વિચાર કરનારા કેટલા ? મર્યા પછી જ્યારે કાંક પણ જન્મ્યા વિના છૂટકો નથી, તો પછી એની કાળજી રાખવી જોઇએ કે નહિ ? પણ આજે તો પરભવની વાતો કોઇ કરે, તોય કેટલાકોને પીડા ઉપજે છે. વસ્તુત: તો ડાહ્યો તે છે, કે જે પરભવને સુધારવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન એ જ ધ્યેયથી કરે છે કે-ક્રમશઃ જન્મ જ ન લેવો પડે એવી દશા પમાય. આવો પ્રયત્ન કરનારા જ સાચા વિવેકી છે અને વાસ્તવિક સત્કારને પાત્ર છે : છતાં અજ્ઞાન આત્માઓને એવા પુણ્યાત્માઓને મૂર્ખ કહેતાં અને એ પુણ્યાત્માઓનો તિરસ્કાર કરતાં પણ આંચકો આવતો નથી:
આ દુનિયામાં ભણેલા છતાં અભણથી પણ વધારે ભૂંડા અને બુદ્ધિશાલી છતાં બુદ્ધિહીનથીય વધારે મૂર્ખ માણસોની સંખ્યા મોટી હોય છે. એનું કારણ એ જ છે કે-એ ભણતર અને એ બુદ્ધિ સાચા વિવેકથી પર