________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૨૩
કરવામાં ઉજમાળ બનતા, ત્યારે વિજય તેઓને કહેતા કે- “અરે લોકો ! તમે ક્ષમાપ્રધાન બનો અને તમારા પ્રમોદને એ રીતિએ તમે વિલસતો રાખો. કલહના યોગે તમે સ્વપરના પ્રમોદના વિનાશક ન બનો.... ક્ષમાપ્રધાન આત્માઓ જ કજીઆથી પર રહી શકે છે અને જેઓ કજીઆથી પર રહી શકે છે, તેઓ જ સાચા આનંદનો ઉપભોગ કરી શકે છે. જેઓ એમ માનતા હોય કે- “સુખે જીવવા માટે કજીઓ પણ જરૂરી છે' -તેઓ તો ખરે જ અજ્ઞાન છે. એવાં અજ્ઞાન આત્માઓ સ્વપરના આનંદના પરમ શત્રુઓ છે. કલહને અને આનંદને શીતોષ્ણ જેટલો વિરોધ છે. જેમ શીત
જ્યાં હોય ત્યાં ઉષ્ણ નથી રહી શકતું, તેમ જ્યાં કલહ હોય ત્યાં આનંદ રહી શકતો જ નથી. આ કારણે પ્રમોદમાં મગ્ન રહેવાને ઇચ્છતા આત્માઓએ કલહથી સર્વથા દૂર જ વસવું જોઇએ.
શ્રી વિજય એ પણ જાણતા હતા કે- “ક્ષમાપ્રધાન બનવા માટે ક્રોધનો પરિત્યાગ એય અતિ આવશ્યક છે. ક્રોધ એ સંસારસમુદ્રના પ્રવાહ જેવો છે. સંસારની વૃદ્ધિ માટે ક્રોધ એ પ્રબલ કારણ છે. એ વાતમાં શ્રી વિજયને સહજ પણ શંકા ન હતી. એ જ કારણે જેઓને ક્ષમાપ્રધાન બનવાની શ્રી વિજ્ય સલાહ આપતા, તેઓને કોઇ પણ રીતિએ ક્રોધ ન કરવાની પણ શ્રી વિજય અવશ્ય સલાહ આપતા. ક્રોધ એ ચારે પુરૂષાર્થોનો નાશક છે અને સેંકડો દુઃખોનું કારણ છે, એ વાત પણ શ્રી વિજયના અંતરમાં બરાબર સ્થિર થઇ ગઇ હતી. એ ક્રોધ વિના કલહ એ સંભવિત નથી. એ જ કારણે તે લોકોને સલાહ આપતા હતા કે-ક્રોધથી બચવું હોય તો કલહને તજ્યા વિના છૂટકો જ નથી. જેમ રાજહંસો કલુષિત જલનો ત્યાગ કરે છે તેમ તમે લોકો કલહનો પરિત્યાગ કરો, એમ ભારપૂર્વક શ્રી વિજય લોકોને જણાવતા. ક્ષમાપ્રધાન બનવા માટે ક્રોધ અને કલહથી દૂર રહેવું એ અતિ આવશ્યક છે, એ વાત તો અત્યંત સ્પષ્ટ છે : પણ ક્રોધ અને કલહનો ત્યાગ કરવો એ કાંઇ સામાન્ય વસ્તુ નથી. ક્રોધ અને કલહનો ત્યાગ કરીને ક્ષમાપ્રધાન બનવું હશે, તો એ માટે હૃદયને ઘણું જ