________________
૨૧૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જ્યારે જ્યારે માતા-પિતા વહુને લાવવાનું કહેતાં હતાં, ત્યારે ત્યારે તે વિજ્ય - ‘કોણ તે ગરીબડીને દુ:ખી કરે ?' -આવા પ્રકારનો વિચાર કરીને ઉત્સાહિત બનતો નહિ. પોતાનો ભયંકર ગુન્હો કરનારી એવી પણ પોતાની પત્નીને દુ:ખ ન થવું જોઇએ, એ જ વિજ્યની ધારણા હતી. પોતાને ઇષ્ટનો વિયોગ ભોગવવો પડે-એનું કાંઇ નહિ : પણ એને દુઃખ ન થવું જોઇએ, આ જ એક વિજ્યનો વિચાર હતો. વિચારાય તો આ મનોદશા પણ સામાન્ય ન લાગે.
હવે આગળ જે બનાવ બને છે, તે પણ વિચારવા જેવો છે. વિજ્ય કયી રીતિએ ગોશ્રી માટે પ્રશમનિમિત્ત બને છે, તે હવે જોવાનું છે.
હવે જેમ જેમ દિવસો જ્વા લાગ્યા, તેમ તેમ વિજ્યને પ્રેરણા કરનારા વધતા ગયા. વિજ્યના મિત્રો અનેક રીતિએ તેનો ઉપહાસ કરવાપૂર્વક ગોત્રીને તેડી લાવવાની પ્રેરણા કરવા લાગ્યા. વિજ્ય તો એક જ વિચારમાં હતો કે- ‘એ બીચારીને આવવું જ નથી, તો પછી એને તેડી લાવીને શા માટે પીડા ઉપજાવવી ?' પણ દિવસે દિવસે ઉપહાસ અને પ્રેરણા વધવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે-વિજ્યને ફરજીયાત પોતાની પત્ની ગોશ્રીને તેડી લવાવાને માટે વું પડ્યું.
વિજ્ય પોતાના શ્વસુરને ઘેર ગયા બાદ પણ કેટલાક દિવસો સુધી ત્યાં જ રોકાયો. વિજ્યના શ્વસુર આદિ પણ વિજ્યના આગમનથી અને તેના રોકાવાથી આનંદ પામે તે સ્વાભાવિક હોઇ વિજ્યે ગૌરવપૂર્વક ત્યાં રહીને કેટલાક દિવસો પસાર કર્યા. આ પછી કોઇ એક દિવસે વિજ્ય પોતાની પત્નીને લઇને નીકળ્યો.
જે ગોશ્રી ગઇ વખતે આવવાને સર્વથા નારાજ હતી : નારાજ હતી એટલું જ નહિ પણ વિજ્યની સાથે ન વું પડે અને પિતાને ઘેર પાછા ઇ સુખપૂર્વક રહી શકાય, એ માટે જે ગોત્રીએ પ્રપંચથી વિજ્યને કુવામાં ધકેલી દીધો હતો,તે જ ગોત્રી અત્યારે તે જ વિયની સાથે આનંદથી શ્વસુરગૃહે ઇ રહી છે, એ પ્રતાપ વિજ્યની ક્ષમાશીલતા અને ગંભીરતાનો