________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ક્ષમાના આસેવન માટે જરૂરી વિચારો કરતાં શ્રી વિજ્યે જે વિચારો કર્યા છે, એ વિચારો આત્મહિતના સાચા અભિલાષી એવા સૌ કોઇએ ખૂબજ યાદ રાખવા જેવા છે. ‘સુખ કે દુ:ખ, એ સ્વકૃત કર્મનો વિપાક છે અને અન્ય તો નિમિત્ત માત્ર જ તેમાં થાય છે.' -આ વિચાર જેમ આવશ્યક છે, તેમ વિજ્યે જે બીજો પણ વિચાર કર્યો છે તે પણ આવશ્યક છે. શ્રી વિજ્યે પોતાને ઉદેશીને કહ્યું છે કે- ‘જો તું દોષવંત ઉપર ક્ષમા નહિ કરે, તો ક્ષમાનો અવકાશ તારા માટે કદી આવવાનો જ નથી. દોષવંતોને તું ખમશે તો જ તારા માટે ક્ષમાનો અવકાશ છે અને દોષવંતોને તુ નહિ ખમે, તો તો હંમેશને માટે તારે અક્ષમાને જ અવકાશ છે.' ક્ષમાના ઉપાસક માટે શું આ વિચાર ઓછો જરૂરી છે ? કહેવું જ પડશે કે- આ વિચાર પણ ક્ષમાના અભ્યાસી માટે અતિશય જરૂરી છે. ક્ષમાની આવશ્યકતાનો પ્રસંગ ત્યારે જ આવે છે, કે જ્યારે કોઇ આપણો અપરાધ કરે. ‘કોઇ અપરાધ કરે એ સમયે તો ગુસ્સો આવે જ અને આવવો જ જોઇએ.' -એવું માનનાર ક્ષમાની ઉપાસના કયારે કરવાનો ? કહેવું જ પડે કે-એ બીચારાને ક્ષમા કરવાનો પ્રસંગ મળવાનો નથી અને ગુસ્સાના પ્રસંગો એને વખતોવખત મળવાના છે. ‘હું તો કોઇ મારો અપરાધ કરે ત્યારે જ ગુસ્સે થાઉં છું અને તે અતિ જરૂરી છે.' -આ પ્રમાણે કહેનારને કહેવું છે કે- ‘ભાઇ ! તારા માટે ક્ષમાની ઉપાસનાનો કોઇ અવસર જ નથી. ક્ષમાની ઉપાસનાના પ્રસંગને તો તુ ગુસ્સો કરવા માટેનો જરૂરી પ્રસંગ માને છે, એટલે તારે ક્ષમાની ઉપાસના કરવાની રહી જ કયાં ?' ક્ષમાની ઉપાસનાના પ્રસંગને ગુસ્સો કરવા માટેનો જરૂરી પ્રસંગ માનનારા બીચારા, ક્ષમાના સ્વરૂપને જ નથી સમજ્યા-એમ કહેવામાં આવે તો પણ ચાલે. ‘અપરાધી તો ગુસ્સા માટે લાયક જ છે' એમ માનનારા શ્રી જૈનશાસનના મર્મને સમજ્યા જ નથી. ‘અપરાધી પણ ઉપકારી છે' -એમ માનનારો જ સાચી રીતિએ ક્ષમાનો ઉપાસક બની જાય છે. ‘પોતાની જાતનો અપરાધ કરનાર ઉપર પણ ગુસ્સો જરૂરી છે' -એમ માનનાર શ્રી જૈનશાસનના રહસ્યથી અજ્ઞાત જ છે. એવા અજ્ઞાનો જ્યારે
૨૧૨