________________
૨૧૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હેતુથી એક પત્ની આવું કારમું અકાર્ય આચરે, એ સામાન્ય દ્રષટિએ ક્ષન્તવ્ય ન જ ગણાય. સામાન્ય દ્રષ્ટિએ તો આ કાર્ય અક્ષન્તવ્ય જ ગણાય અને એ માટે સખ શિક્ષા કરવાની તૈયારી થાય : પણ વિજ્ય, એ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. વિજ્ય તો ક્ષમાના મર્મને પામેલો છે. એ જ કારણે, તેના અન્તરમાં આવા પ્રસંગે પણ ક્રોધ ઉત્પન્ન થતો નથી. આ બનાવને અનુલક્ષીને વિજ્ય તો પોતાના આત્માને જ હિતશિક્ષા દેવા માટે તત્પર બને છે અને પોર્તાના જીવને ઉદ્દેશીને તે ચિન્તવે છે કે
“હે જીવ ! તેણીના ઉપર તું રોષ ન કર અને રોષ કરીને દેહનો શોષ ન કર !”
આટલું સમજાવીને જ વિજ્ય અટકતો નથી, પણ પોતાના તે વિચારને પુષ્ટ કરવાને માટે, એ પોતાના આત્માની સાથે વાત કરતાં પોતાના આત્માને કહે છે કે
“સત્વો પુર્વાશ્વાનં, ઝ્માનું પાવણ લવિવાનું । ત્રવાહેતુ ગુÒસુ ય, નિમિત્તમિમાં પરો હોફ |1911" “નફ સિ દ્રોસવંતે, તા તુહ તોડ઼ હો વયસો | अह न खमसि तो तुह अवि, सया अखंतोह वावारा ||२||" “હે જીવ ! સર્વ કોઇ પૂર્વે પોતે જ કરેલા કર્મોના ફલ વિપાકને પામે છે અને અપરાધોમાં કે ગુણોમાં પર તો નિમિત્ત માત્ર જ હોય છે : વળી જો તું દોષવંતોને ખમે, તો જ તારે માટે ક્ષમાનો અવકાશ છે : પણ જો તું દોષવંતો ઉપર ક્ષમા નહિ કરે, તો તારા માટે પણ સદાય અક્ષમાનો જ અવકાશ છે.”
વિજ્યના આવા ઉમદા વિચારો, એ ઉપાધ્યાયના વચનનો હિતકર તરીકે તેણે કરેલો જે સ્વીકાર, તેને જ આભારી છે. ‘આત્મહિતના અથિએ ક્ષમાપ્રધાન બનવું જોઇએ.' -આ હિતશિક્ષા સાચી આસ્તિકબુધ્ધિએ સ્વીકારાય, તો જ ભયંકર ક્રોધ ઉત્પન્ન કરનારા પ્રસંગે પણ કલ્યાણકારી ક્ષમાનું આસેવન થઇ શકે. અન્યથા, ભયંકર ક્રોધ આવે એવા પ્રસંગે