________________
૨૦૯
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
મારા સિવાય આ વાતને ત્રીજું કોઇ જાણતું નથી : પરન્તુ અહીં બનાવ જૂદો જ બન્યો છે. ગોશ્રીએ વિજ્યને ધક્કો માર્યો અને વિજ્ય કુવામાં પડ્યો, પણ તે કુવામાં એક વૃક્ષ ઉગેલું હતું. અને કુવામાં પડતા એવા વિજ્યના હાથમાં તે વૃક્ષ આવી ગયું. આથી તે વિજ્ય અચાનક પ્રાપ્ત થએલી મૃત્યુની કારમી આપત્તિમાંથી સહજ રીતિએ બચી ગયો. એ વૃક્ષના અવલમ્બનથી તે વિના વિઘ્ને કુવામાંથી બહાર નીકળ્યો. ભાગ્યનો ઉદય જાગૃત હોય છે, તો કોઇ જ વાંકો વાળ કરી શકતું નથી. આયુષ્ય બલવત્તર હતું એ કારણે, પોતાની અભિલાષા પૂર્ણ કરવા માટે પોતાની જ સ્ત્રીએ મારી નાખવાનો કારમો પ્રયત્ન કર્યો એ છતાં પણ વિજ્યને કશી જ હાનિ ન પહોંચી. પ્રબળ પુણ્યોદય હોય તો આપત્તિ પણ સંપત્તિ રૂપ બની જાય છે. શત્રુના મનોરથ પણ પુણ્યશાલિથી નથી ફળતા. કુવામાં પણ વૃક્ષનું આલંબન મળી જ્વે અને એ આલંબન પણ કોઇની ય સહાય વિના બહાર નીકળી શકાય એવું મળવું, એ પ્રબળ પુણ્યોદય વિના શકય નથી. પાપના ઉદયે સ્ત્રી કુવામાં નાખનારી મળી, પણ પુણ્ય અખંડિત રાખનાર મળ્યું. આવું આવું સઘળુંય સંસારમાં સુસંભવિત છે.
હવે આવો ભયંકર અપરાધ કરનારી સ્ત્રી ઉપર પણ સ્વભાવથી સૌમ્યપણાને ધરનારો વિજ્ય કોપ નથી પામતો. કોપ નથી પામતો એટલું જ નહિ, પણ સ્વભાવથી સૌમ્ય એવો વિજ્ય પોતાના ચિત્તમાં ચિંતવે છે કે- ‘તેણીએ મને કુવામાં શા માટે નાખી દીધો હશે ?' આ રીતિએ ગોશ્રીના તે દુષ્ટ પણ કૃત્યના કારણનો વિચાર કરતાં કરતાં, તે એવા નિશ્ચય ઉપર આવ્યો કે- પોતાના પિતાના ઘેર જ્વામાં તેણી પ્રવણ ચિત્તવાળી જ્વાતી હતી અને એવા ચિત્તવાળી હોવાના કારણે જ તેણીએ એમ કર્યું હોય એમ લાગે છે.
પોતાની સાથે આવતી પોતાની સ્ત્રીની રીતભાત આદિથી વિજ્ય આ વાત જાણી શકયો હોય,તો એ અસંભવિત નથી : પણ આવા