________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૦૭
અચકાતા નથી. એવા આત્માઓ વિશ્વાસુ અને ઉપકારી એવા પણ આત્માઓનો નાશ સાધવાને ય તત્પર બની જાય છે. ગોશ્રી એવા અધમ આત્માઓમાંની જ એક છે અને એથી પિતાના ઘરે પાછા જવાની ઉત્કંઠાવાળી બનેલી તેણીએ વિજયને કહ્યું કે“હે નાથ ! મને ખૂબ જ તૃષા લાગી છે, તૃષા રૂપી પિશાચણી મને ખૂબ જ પીડી રહી છે.”
અધમ સ્ત્રીઓ પોતાની બૂરી ઇચ્છાને પૂર્ણ કરવા માટે ભયંકર ઢોંગ પણ આચરી શકે છે. ખરેખર સ્ત્રીસ્વભાવ કોઇ વિલક્ષણ જ હોય છે. કુદરતી સુતાં આદિ અનેક સ્વાભાવિક દોષો સ્ત્રીઓમાં હોય છે. જો કે-અતિ પવિત્ર એવી પણ મહાસતીઓ અનેક થઇ છે, કે જે મહાસતીઓ ફાસનની પરમ આરાધક અને પ્રભાવક બની, કેવલજ્ઞાન પામી, શ્રી સિદ્ધિપદને પણ સાધી ગઇ છે : પરન્તુ જે સ્ત્રીઓ ઉત્તમ ગુણને પામેલી હોતી નથી અને ધર્મથી અપરિચિત હોય છે, એવી સ્ત્રીઓમાં તો સુકતા આદિ અનેક દોષોનો અનુભવ ડગલે ને પગલે થવો, એ સહજ છે. ગોત્રી તૃષાથી પીડાતી હતી અને એ માટે જ તેણીએ વિજયને તૃષાતુરતાનું કહ્યું હતું એમ નથી : તેણી તો પ્રપંચ રમી રહી હતી અને પ્રપંચથી જ તેણીએ પોતાની તૃષાતુર દશા એવી ભયંકર બતાવી, કે જેથી વિજયને એમ નિશ્ચિત લાગ્યું કે- “જો આને અત્યારે જ પાણી નહિ મળે, તો આ જીવી શકશે નહિ.' આમ લાગવાથી, વિયે પણ તરત જ પોતાની તે પત્નીને કહ્યું કે- “હે પ્રિયે ! તું આવ, આ કુવામાંથી હું તને પાણી પાઉં છું.”
આ પ્રમાણે બોલતો વિજય કુવા તરફ ચાલ્યો અને પોતાની પાછળ આવતી પોતાની સ્ત્રી સાથે વિક્ય કુવા ઉપર પહોંચ્યો. વિશ્વરત એવો વિય કુવાનું અવલોકન કરવામાં તત્પર બન્યો અને જેટલામાં તે પાણી કાઢે છે, તેટલામાં તો તેની પ્રિયા ગોત્રીએ પાછળથી વિજ્યને ધક્કો મારી કુવામાં નાંખ્યો. પોતાના પતિ વિજયને કુવામાં નાખીને ગોશ્રી જલ્દી ભાગી અને પોતાના ગામમાં આવી પિતાને ઘેર પહોંચી ગઇ.