________________
૨૦૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિજ્યને ક્ષમાશીલ બનવાની ઉપાધ્યાયે પ્રેરણા કરી. ઉપાધ્યાયની આ પ્રેરણા વિજયને ખૂબ જ રૂચી. ક્ષમાધર્મની આરાધનાનો એ ઉપદેશ, વિજ્યને અમૃત સમાન લાગી.. અમૃતની વૃષ્ટિ જેટલી પ્રિય લાગે, તેટલી જ પ્રિય વિજયને ઉપાધ્યાયની ઉકિતઓ લાગી અને એથી અમૃતની વૃષ્ટિ જેવા તે વચનને તે વિજયે તત્ત્વબુદ્ધિથી ગ્રહણ કર્યું. આ રીતિએ ક્ષમાલીલ બનેલ વિજ્ય અભ્યાસ કરતાં કરતાં વિદ્વાન બન્યા અને અતિશય શુદ્ધ તરૂણપણાને પામ્યા. યૌવનને પામેલા પોતાના પુત્ર વિજયને, તેનાં માતા-પિતાએ વસંતપુરમાં રહેતા સાગર નામના શ્રેષ્ઠિની “ગોશ્રી' નામની પુત્રી સાથે પરણાવ્યો. વિજય પણ તે વખતે તે પોતાની પરણેલી સ્ત્રીને તેના પિતાને ઘેર જ મૂકીને પોતાના નગર પ્રત્યે આવ્યો.
આ પછી કોઇ એક દિવસ પોતાની પત્નીને પોતાને ઘેર લાવવાને માટે, વિજય પોતાના શ્વસુરના ફુલે ગયો. પોતાનો જમાતા તેડવા માટે આવેલો હોઇ, વિજયના શ્વસુરે પણ પોતાની તે ગોશ્રી નામની પુત્રીને વિજ્યની સાથે રવાના કરી.
ગોત્રી વિજયની સાથે રવાના તો થઇ, પરન્તુ તેણીની ઇચ્છા કોઇ પણ કારણે પિતાનું ઘર તવાની નહિ હતી. રસતે ચાલતાં તેણીના હૃદયમાં એ જ વિચાર રમતો હતો કે- “મારે મારા પિતાને ઘેર પાછા જવું છે, પણ. એ બને શી રીતિએ ?' આ વિચારમાં ને વિચારમાં ગોશ્રીએ કારમો નિર્ણય કર્યો. પોતાની ઇચ્છાને સફળ બનાવવાને માટે તેણીએ પોતાના સ્વામી વિજયનું મૃત્યુ નિપજાવવાનો વિચાર કર્યો. વિચારો કે- આ કેટલી બધી ક્રૂરતા છે? પતિની સાથે નથી જવું અને પિતાને ઘેર પાછા ફરવું છે, એટલા માટે ગોત્રી પોતાના પતિ એવા પણ વિજયનો વિનાશ સાધવાનો નિર્ણય કરે છે. અધમ આત્માઓ પોતાના થોડાક સ્વાર્થ માટે સામાના ભયંકરે પણ નુકશાનને કરતાં અચકાતા નથી. અધમ આત્માઓને સામાના લાભ-નુકશાનની ચિન્તા જ હોતી નથી. અધમ આત્માઓ તો પોત પાનેલી પોતાની અનુકૂળતા પ્રાપ્ત થાય, એ માટે નીચમાં નીચ કર્મો આચરમાં પણ