________________
૨૦૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પણ તૈયાર કયાં છે ? આનો અભ્યાસ એ જાતિનો છે, કે જે અભ્યાસથી દુર્ગુણો પોષાય અને કલ્યાણના અર્થી આત્માઓ પણ અકલ્યાણકારી માર્ગના ઉપાસક બની જાય. સુખના અથિએ ક્રોધનો અને ગુણના અથિએ માનનો ત્યાગ કરવો જોઇએ તેમજ ક્ષમા તથા વિનયનો સ્વીકાર કરવો જોઇએ. ક્રોધ, એ સર્વ દુઃખોનું મૂળ છે અને ક્ષમા એ, સર્વ સુખોનું મૂળ છે. એ જ પ્રમાણે માન, એ સઘળાય અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય, એ સઘળા ગુણોનું મૂળ છે.” -આવું સમજાવનારાઓ પણ આજે વિશ્વમાં દુર્લભ થઇ પડ્યા છે. એવું શિક્ષણ આપવાની આજે ઘેર મા-બાપોને અને નિશાળે શિક્ષોને દરકાર જ કયાં છે ? સુંદર શિક્ષણ હોય તો ગુણ-દોષનો વિવેક અને દોષોનો ત્યાગ તથા ગુણનો સ્વીકાર થવો, એ ઘણી જ સહેલાઇથી શકય બને છે. ક્ષમાની પ્રધાનતા :
આત્મહિતના અર્થી નરે હામાપ્રધાન થવું જોઇએ' -આ વાતની સિદ્ધિ માટે ક્ષમાની સુખદાયકતા મહાપુરૂષના વચનથી પુષ્ટ કર્યા બાદ, હવે ક્ષમાની પ્રધાનતા વર્ણવતાં પણ તે ઉપાધ્યાય વિજયને કહે છે કે'जिणजणणी रमणीणं, मणीण चिन्तामणी जहा पवरो |
છપ્પયિા ય ભયા, તથા પ્રમા સQઘwાઇ liા” "इह इक्कं चिय खन्ति, पटिषण्जिय जियपरिसहकसाया।
સયાતમujતા, સત્તા પત્તા પયં પરમં શા”
રમણીઓમાં જેમ શ્રી જિનેશ્વરદેવની જનની એ પ્રધાન છે : મણિઓમાં જેમ ચિંતામણિ પ્રવર છે : અને લતાઓમાં જેમ કલ્પલતા એ પ્રધાન છે : તેમ સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ મા છે જગતમાં એક સમાને જ અંગીકાર કરીને, જીતી લીધેલા છે પરિષદો અને કષાયો જેઓએ એવા અનંતા સત્યો, અનંત છે શાતા જેમાં એવા પરમપદે પહોંચ્યા છે.” આવા મહત્ત્વભર્યા સમાધર્મના સ્વરૂપને જાયા પછી તો એમ જ લાગવું જોઇએ કે-ક્ષમાં એ જ સર્વસ્વ છે. ક્ષમાની એ પણ એક મહત્તા જ છે કે-અપકારના