________________
૨૦૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
‘ક્ષમા' ને સઘળાય સુખોનું મૂળ કહે છે, છતાંય અજ્ઞાનિઓ ક્રોધમાં જ જાણે સર્વ સુખ સમાયેલ હોય એમ માની, વાત-વાતમાં ક્રોધાવિષ્ટ બની સાક્ષાત્ ચંડ ચંડાલનું રૂપ ધારણ કરે છે. આવા અજ્ઞાનિઓ ક્રોધની હયાતિના સમયમાં સળગે છે તથા આવેશમાં અકરણીય આચરવાથી પાછળ પણ તેઓને માટે પસ્તાવાનો સમય આવે છે અને પરિણામે તેઓને દુઃખદાયક કારમાં સંસારમાં ચિરકાલ પર્યંત પરિભ્રમણ કરવું પડે છે. સંસારમાં ઘણા માણસો તો એવા છે, કે જેઓ પૂર્વના પુણ્યના પ્રતાપે ફાવતા હોય છે, તે છતાં પણ, જાણે પોતે અવસરે ક્રોધ કરી શકે છે. એ જ કારણે પોતે ફાવે છે, એમ માની ક્રોધની ઉપાસનામાં નિમગ્ન બન્યા કરે છે.માત્ર પોતે જ ક્રોધની ઉપાસનામાં લાગી જાય છે એટલું જ નહિ, પણ અન્ય આત્માઓને પણ એવાઓ ક્રોધની ઉપાસના માટે સલાહ આપે છે અને સમજાવે છે કે- ‘અવસરે સમજાવી દેવું જોઇએ કે- મને છેડવામાં માલ નથી.' આવા ઉન્મત્તો, વધારામાં, ક્રોધની દુ:ખમૂલકતા સમજાવતાં શાસ્ત્રો માટે પણ એલફેલ બોલતા બની જાય છે. ક્ષમાશીલ આત્માઓની પણ એવાઓ થેકડી કરે છે. જગતની આ દશા જોતાં, જગતમાં સૌ કોઇ દુ:ખી હોય અને કેટલાંક જ સુખી હોય એથી આશ્ચર્ય પામવા જેવું શું છે ?
સુખનું અર્થી જગત ગુણથી તો જાણે બેપરવા જ હોય એવું ભાસે છે, પણ તે સુખના સાધનથી પણ બેપરવા છે અને એ જ રીતિએ પોતાની જાતને ગુણવાન તરીકે ઓળખાવવાની ખ્વાહેશ રાખનારાઓ પણ ગુણના કારણના વૈરી બને છે તથા અનર્થોના કારણ રૂપ માનના ઉપાસક બને છે. માન જ્યારે સઘળાય અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય એ સઘળાય ગુણોનું મૂળ છે, એમ અનંત ઉપકારિઓ ફરમાવે છે ! છતાં પણ માનની ઉપાસનામાં પડી વિનયથી પરવારી ચૂકેલા, પોતાની જાતને ગુણવાન બનાવવા ભાગ્યશાલી નિવડે, એ બનવું કયી રીતિએ શકય છે ? પણ અજ્ઞાન જગત આવી શકયતા-અશકયતાના અભ્યાસ માટે