________________
૨૦૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કોઇ એક દિવસે વિજયને બોધ આપતાં, તેના ઉપાધ્યાયે કહ્યું કે“આત્માનું હિત ઇચ્છતા પુરૂષે ક્ષમાપ્રધાન થવું જોઇએ. પોતાના ઉપાધ્યાયના મુખેથી ઉચ્ચારાએલું આ કથન વિજ્યને ઘણું જ ગમ્યું. ઉપાધ્યાયે એટલું જ કહીને મૌન નહોતું સેવ્યું, પણ સમાગુણની મહત્તા ખૂબ જ સમજાવી હતી. ક્ષમાગુણની મહત્તા સમજાવવા સાથે, વિનયગુણની મહતા અને ક્રોધ તથા માનની અનર્થકારિતા તરફ પણતે ઉપાધ્યાયે વિજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. અનંત ઉપકારિઓએ કહેલું છે કે
"खंती सुहाण मूलं, मूलं कोहो दुहाण सयलाणं । विणओ गुणाण मूलं, मूलं माणो अणत्थाण ||9||"
“ક્ષમા, એ સુખોનું મૂલ છે : ક્રોધ, એ સઘળાય દુઃખોનું મૂળ છે: વિનય, એ ગુણોનું મૂળ છે : અને માન, એ અનર્થોનું મૂલ છે." મહાપુરૂષોના આ કથનને સાંભળનારો આત્મા જો આત્મહિતનો અર્થી હોય અને લઘુકમિતાના પ્રતાપે શ્રદ્ધાળુ હોય, તો તે ક્રોધના ત્યાગપૂર્વક ક્ષમાની ઉપાસના કરવાને અને માનના ત્યાગપૂર્વક વિનયની ઉપાસના કરવાને સજ્જ બન્યા વિના રહે જ નહિ. ક્રોધ, એ જ્યારે સઘળાય દુઃખોનું મૂળ છે, ત્યારે ક્ષમા એ સઘળાંય સુખોનું મૂળ છે : અને એ જ રીતિએ માન, એ જ્યારે અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય એ ગુણોનું મૂળ છે.
પ્રાણી માત્ર પોતાની જાતને સુખી બનાવવાને ઇચ્છે છે, એમાં તો બે મત છે જ નહિ, આમ છતાં પણ, ક્રોધના ઉપાસક લગભગ બધા છે,
જ્યારે ક્ષમાના ઉપાસક કોઇક વિરલા જ છે. “જગતના જીવોમાં દુઃખી સૌ કોઇ અને સુખી કોઇક એમ કેમ દેખાય છે ?' આવો પ્રશ્ન, આ વસ્તુને જાણ્યા પછી તો નહિ જ ઉઠવો જોઇએ. દુઃખના કારણને સેવવ્રારા સૌ હોય, તો દુઃખી પણ સૌ હોય એમાં કારણાનુરૂપ કાર્યને માનનારાઓને મુંઝવણ ન જ થાય. સુખના કારણની સેવા વિના સુખની આશા રાખવી, એ તો અંગારામાં હાથ ઘાલીને ઠંડકની આશા રાખવા જેવું છે અને એવી આશાઓ તો સદા વંધ્ય જ રહેવાને સરજાયેલી હોય છે. અનંત ઉપકારિઓ