________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૦૫
ભયથી પણ ક્ષમાનું સેવન કરનારા આત્માઓ કારમા અપકારથી બચી જાય છે. એ જ રીતિએ ઉપકારને ધ્યાનમાં રાખીને, ઉપકારના કઠોર વચન આદિની સામે ક્રોધને મારી ક્ષમાને ધરનારા આત્માઓ, આ ગતમાં પણ કૃતજ્ઞપણાની નામનાને પામી, અનેકોમાં માનનીય બને છે અને અનેકો માટે અનુકરણીય પણ બની જાય છે. આ રીતિએ અપકાર અને ઉપકારને નિમિત્ત બનાવી ક્ષમાનું સેવન કરનારા જ્યારે આવા લાભોને પામે છે, તો પછી જેઓ- ‘ક્રોધનાં ફલ કટુ છે' -એમ સમજીને ક્રોધના શરણે નહિ જતાં ક્ષમાના ઉપાસક બને છે, તેઓ અધિક નામાંકિત બની, સ્વ-પરના શ્રેયમાં વધુ નિમિત્ત બને, એમાં આશ્ચર્ય પણ શું છે ? એવા આત્માઓ માટે શત્રુઓ પણ નિર્ભય રહે છે. એવાઓના શત્રુઓ પણ સમજે છે કે- “આ ભાગ્યવાન આત્માઓ -‘ક્રોધનાં લ કટુ છે* -એમ માની, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધના શરણે જ્વાને બદલે એનો ક્ષમા દ્વારા સંહાર કરી, કેવલ ક્ષમાની ઉપાસનામાં જ ઉજ્વાળ રહેનારા છે.” આ રીતિએ સાચા ક્ષમાશીલ આત્માઓ ગુસ્સે થઇ અનર્થ કરશે, એવો ભય એવાઓના શત્રુઓને પણ નથી હોતો. ક્રોધ, એ આત્માનો પરમ શત્રુ છે અને એ કારણે શાસ્ત્રે ક્રોધનો નિષેધ કર્યો છે. ‘શાસ્ત્રે ક્રોધનો નિષેધ કર્યો છે, માટે ક્રોધ થાય જ નહિ' -એમ માની, ક્ષમાના સેવક બનેલા મહાપુરૂષોની દશા તો અનુપમ જ હોય છે. ‘અનંતજ્ઞાનિઓની આજ્ઞા' -એ જ જેઓનું જીવનસર્વસ્વ હોય છે, તેઓ માટે જ ઉત્તમમાં ઉત્તમ કોટિની ક્ષમાનું આસેવન શકય બને છે. આવી જાતિની વચનક્ષમાના સેવકો પરિણામે ક્ષમામય સ્વભાવવાળા બની જાય છે. પછી એ પરમષિઓને શાસ્રવચનની અપેક્ષા પણ ક્ષમા માટે રાખવી પડતી નથી. પછી તો એ પરમષિઓ જ મૂર્તિમંત ક્ષમા બની જાય છે. આવી લોકોત્તર ક્ષમાના સ્વામિઓ તો અહીં જ મુકિતસુખનો આસ્વાદ અનુભવે છે.
ઉપાધ્યાયે વિજ્યને ક્ષમાનો ઉપદેશ આપ્યો અને - ‘આત્મહિતના અર્થી નરે ક્ષમાપ્રધાન થવું જોઇએ' -એમ કહી ક્ષમાની મહત્તા વર્ણવી